Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબીના લતીપર ચોકડી નજીક બાઈક સ્લીપ થતા માતાનું કરૂણમોત : પુત્રને ઇજા

લતીપર ચોકડી નજીક બાઈક સ્લીપ થતા તેમાં સવાર માતાને દવાખાને બતાવા લઈ જતો પુત્રનું બાઈક સ્લીપ થતા તેની માતાને ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું પોલીસે પુત્ર વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બનાવની મળતી વિગત મુજબ ટંકારા તાલુકના મીતાણા ગામના પ્રભુનગરમાં રેહતા દાઉદભાઈ વલીભાઈ સંધી( ઉ.વ.૬૧ ) એ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેની પત્ની જીલુબેન સંધી ને પગમાં વા ની તકલીફ હોય જેથી ગત તારીખ ૧૬ ના રોજ તેનો પુત્ર ફિરોજ દાઉદભાઈ સંધી મોરબીમાં આવેલ ડોક્ટર આરીફભાઈ વડાલિયા પાસે બાઇક નબર જી.જે.૩૬ કે ૬૫૩૨માં માતાને મોરબી લઈ જતો હોય ત્યારે બાઇક લતીપર ચોકડી નજીક કોઈ કારણોસર સ્લીપ થતા ફરિયાદ ની પતનીએ ને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે પેહલા ટંકારા ત્યારે બાદ વધુ સારવાર માટે મોરબી ક્રિષ્ના હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી પુત્ર ફિરોઝ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોધાયો છે જેની વધુ તપાસ પી.એસ.આઈ બી.ડી.પરમાર ચલાવી રહ્યા છે

(11:24 pm IST)