Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબી જિલ્લાના 4 વીજ સબસ્ટેશનનું લોકાર્પણ, 2 વીજ સબસ્ટેશનનું ભુમિ પુજન

સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતીમાં મોરબી સીરામિક એસોશીએશન હોલ ખાતે આયોજન

મોરબી : મોરબીના લાલપર, ભુતકોટડા, પંચાસીયા, શોભેશ્વરનું ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન લોકાર્પણ અને ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન આંદરણા અને ઘુંટું-૨નું ભુમિ પુજન તા.૧૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે તેમજ મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતીમાં મોરબી સીરામિક એસોશીએશન હોલ ખાતે રાખવામાં આવ્યું છે.

(11:16 pm IST)