Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબી જીલ્લામાં કોરોના અંગે સમજુતી આપવા તેમજ મૃતકોના સ્વજનોને સાંત્વના આપવાનો કાર્યક્રમ : કોંગ્રેસ અગ્રણીઓએ ડોર ટૂ ડોર કાર્યક્રમનો શુભારંભ કર્યો

મોરબીમાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ડોર ટૂ ડોર સંપર્ક કરીને કોરોના અંગે સમજુતી આપવા તેમજ મૃતકોના સ્વજનોને સાંત્વના આપવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે
  કોરોનાની બીજી લહેર ભયંકર રહી હતી અને સંભવિત ત્રીજી લહેર આવે તો તેનાથી ઓછા લોકો પ્રભાવિત થાય અને લોકોને કોરોનાથી રક્ષણ માટે શું કરવું તેમજ સાવચેતીના પગલાની સમજુતીના શુભ આશયથી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષા મીનાક્ષી નટરાજનની સુચના અને આદેશથી ડોર ટૂ ડોર સંપર્ક અને મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં શરુ કરાયો છે ત્યારે પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના માર્ગદર્શન હેઠળ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ કાન્તિલાલ બાવરવા તેમજ ક્રિષ્ના પટેલ દ્વારા મોરબી જીલ્લામાં ડોર ટૂ ડોર સંપર્ક શરુ કરેલ છે જેમાં મોરબીના કાંતિપુર, બીલીયા, નાનાભેલા, ખીરસરા, તરઘડી સહિતના ગામોમાં તેમજ મોરબી પાલિકાના વોર્ડ 4 ના વિવિધ વિસ્તારમાં સંપર્ક કરવામાં આવ્યો હતો  
  આ કાર્યમાં લોકોને કોરોનાથી કેવી રીતે બચવું, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, વારંવાર હાથ ધોવા, ઉપરાંત કોરોના થયો હોય ત્યારે કેવી રીતે કાળજી લેવી તેમજ વેક્સીન અવશ્ય લેવા સમજાવવામાં આવે છે. તેમજ મૃતકોના સ્વજનોને સાંત્વના પણ પાઠવવામાં આવે છે.

(11:05 pm IST)