Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબીના પીપળી રોડ પર રીક્ષાની ઠોકરે બાઈકચાલક પડી ગયો, ટ્રક માથેથી ફરી વળતા મોત

અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ

મોરબીના પીપળી રોડ પર આજે સવારના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર યુવાનને રીક્ષાએ ઠોકર માર્યા બાદ ટ્રકનું વ્હીલ ફરી વળતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે
  મોરબીના પીપળી રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે સવારે પીપળી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઈકસવારને રીક્ષા સાથે ટક્કર થવા પામી હતી અને અકસ્માતને પગલે બાઈકસવાર પડી ગયો હતો ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રકનું વ્હીલ બાઈકસવાર માથે ફરી વળતા કરુણ મોત થયું હતું મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી બાઈકમાં બે વ્યક્તિ સવાર હતા જેમાં બાઈકચાલકનો આબાદ બચાવ થયો હતો તો બાઈકમાં પાછળ બેસેલ વ્યક્તિનું મોત થયું હતું મૃતકની ઓળખ મેળવવા તેમજ ફરિયાદ નોંધવા મોરબી તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે તો અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હતો તો અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા

(9:33 pm IST)