Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

લાંબા વિરામ બાદ રાજકોટ પંથકમાં મેઘમહેર : પડધરીમાં ધોધમાર વરસાદ :જસદણ, આટકોટ,ગોંડલ અને કોટડાસાંગાણીમાં ધીમીધારે વરસાદ : ખેડૂતોમાં ખુશીનો માહોલ

પડધરીના બાઘી, નારણકા, તરઘડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક: સાંગણવા, મેંગણી, રીબડા, હડમતાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ

રાજકોટ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી દરમિયાન આજે બપોર બાદ રાજકોટના પડધરીમાં ધોધમાર વરસાદ થયો હતો અને કોટડાસાંગાણીમાં પણ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતો માં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી કપાસ અને મગફળીના પાકને જીવનદાન મળશે.

રાજકોટ શહેરમાં પણ 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ ભીંજાયા હતા.પડધરીના બાઘી, નારણકા, તરઘડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા કેટલાક ગામોમાં પણ ધોધમાર વરસાદ પડયો છે. જસદણ, ગોંડલ, આટકોટ માં વરસાદ થયો છે. કોટડાસાંગાણી તાલુકાના સાંગણવા, મેંગણી, રીબડા, હડમતાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. જોકે લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતો પણ ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.

(7:54 pm IST)