Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ભુજમાં જુગાર રમતાં મોટા માથાઓ ઝડપાયાઃ ૬.૬પ લાખની રોકડ અને ૪ વૈભવી કાર સહિત ૩૦ લાખનો મુદામાલ જપ્ત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ :.. પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથલીયા સરહદી રેન્જ, ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલ પશ્ચિમ કચ્છ - ભુજનાઓની સુચનાથી ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ. જે. રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. એમ. ગોહીલની ટીમે દરોડો પાડયો હતો.

ભુજ તાલુકાના મમુઆરા ગામ ખાતે રહેતો રમેશ વાલજી જાટીયા (આહીર) શેખપીર ભચાઉ હાઇવે રોડ પર આવેલ હોટલ નિલકંઠમાં અલગ-અલગ રૂમો ભાડેથી રાખી જે રૂમો પૈકી કોઇ એક રૂમમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાના વડે રૂપિયા પૈસાની હારજીતનો જૂગાર રમતા પકડી પાડેલ છે.

પોલીસે રમેશ વાલજી જાટીયા ઉ.૩૪ ધંધો ખેતી, રહે. મમુઆરા તા. ભુજ, દિનેશ મીઠાભાઇ પરમાર ઉ.૩૦ ધંધ-પ્રાઇવેટ નોકરી રહે. મકાન નં. ૪પ૭, એકતાનગર અંજાર મુળ સતલાસણ, ગંજ બજારની પાછળ જી. મહેસાણા, રમેશ માવજીભાઇ જાટીયા, (આહીર), ઉ.૩૪ ધંધો ખેતી રહે. મમુઆરા તા. ભુજ, મજાભાઇ રામજીભાઇ ગોયલ (આહીર) ઉ.૩૭ ધંધો ખેતી રહે. ગોયલવાસ કણજરા તા. મુંદરા, ગગુભાઇ અજાભાઇ જાટીયા (આહીર), ઉ.પ૦ ધંધો-પ્રાઇવેટ નોકરી રહે. અંતરજાળ રોયલવીલા સોસાયટી મકાન નં. ૧૩૦ રહે. ગાંધીધામ, મનજી રતનાભાઇ બુચીયા (મારવાડા), ઉ.૩૬ ધંધો-ફેબ્રીકેશનનો રહે. બળદીયા ઉપલોવાસ તા. ભુજ, ભાવિક દિનેશભાઇ અનમ ઉ.૩૭ ધંધો વાહન લે-વેચનો રહે. આઇયાનગર, મકાન નં. ૪૬૦ મુંદરા રોડ ભુજ, રમેશ ઉર્ફે બબી દેવજીભાઇ મરંડ (આહીર) ઉ.૪૦ ધંધો - ડ્રાઇવીંગ રહે. માધાપર જુનાવાસ, સૂર્યવંશી સોસાયટી મકાન નં. ર તા. ભુજ, નારાણ પાંચા આહીર ઉ.પ૪ ધંધો - ટ્રાન્સપોર્ટ રહે. માલવ કોલોન, મકાન નં. ર, જુનાવાસ માધાપર તા. ભુજ, રાજેશ પરસોતભાઇ ઠકકર, ઉ.પપ ધંધો જમીન લે-વેચ રહે. ગાયત્રી સોસાયટી, અદાણી ગેસ્ટ હાઉસ સામેની ગલી બારોઇ રોડ, મુંદરા, જીનેશ પરેશભાઇ ઠકકર, ઉ.૩૪ ધંધો આર. ટી. ઓ. એજન્ટ રહે. ગાયત્રી મંદિરની પાછળ શકિતનગર સોસાયટી, જુનાવાસ માધાપર તા. ભુજ, વિશાલ સુરેશભાઇ ઠકકર ઉ.૩પ ધંધો-આર.ટી. ઓ. એજન્ટ રહે. મકાન નં. ૭૮ર પ્રમુખસ્વામીનગર હનુમાન મંદિરથી આગળ ભુજ, જગદીશ રતીલાલ મકવાણા, ઉ.૪૬ ધંધો-ટયુશન કલાસીસ રહે. મેઘપર બોરીચી તુલસીધામ મકાન નં. ૧૩૪, તા. અંજારની સામે કાર્યવાહી કરી છે.

પોલીસે રૂ. ૩૦,૯ર,પ૦૦ ના મુદામાલ સાથે તમામ આરોપીઓ વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે જૂગાર ધારા કલમ ૪, પ તથા હાલમાં ચાલી રહેલ કોરોના વૈશ્વીક મહામારી કોવિડ-૧૯ ની સરકારશ્રીની ગાઇડ લાઇનનું પાલન નહી કરેલ હોય જે સબબ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ-પ૧ (બી) તેમજ આઇ. પી. સી. કલમ ર૬૯ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(3:47 pm IST)