Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રાજય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડીને વિકાસને વેગવંતો કરીએઃ પડધરી તાલુકા ભાજપની કારોબારી યોજાઇ

નારણકાની ૧૦ વિઘા જમીનમાં તથા રોડની બન્ને બાજુ વૃક્ષારોપણ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૯ :.. પડધરી તાલુકા ભાજપની પ્રથમ કારોબારી બેઠક પડધરી તાલુકાના નારણકા ગામે શિવશિકત હોલ ખાતે મળી ગયેલ. પ્રથમ નારણકા ગામે ૧૦ વીઘા જેટલા વિસ્તાર અને નારણકાથી જામનગર હાઇવે ને જોડતા રોડની બન્ને બાજુ એ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં લીબડા, પીપળા, વડલા વિગેરે આશરે ર૦૦૦ રોપાનું વૃક્ષારોપણ કરાયુ હતું.

શિવશકિત હોલ ખાતે પ્રથમ કારોબારી બેઠક દીપ પ્રાગટય કરી શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રાસંગીક પ્રવચનમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા નવનિયુકત ટિમને અભિનંદન પાઠવ્યા હતાં. કોરોના સંક્રમણ વિશે વિસ્તૃત માહીતી આપતા જણાવેલ કે અગાઉ આપણે બે લહેરનો સામનો કરી ચૂકયા છીએ, જયારે સંભવીત આગામી ત્રીજી લહેર આવવાની દહેશત હોય સર્વેએ જાગૃતતા દાખવી, વિકસીનેશન માટે લોકોમાં જાગૃતા લાવવી, સાવચેત રહેવા અપીલ કરવામાં આવેલ.

આગામી ર૦રર માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તો સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો અને લોકોની સુખાકારી માટેની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી ફરીથી પડધરી - ટંકારા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસની ગાથા ઉપર આપણે સૌએ કામ કરી, પડધરી - ટંકારા વિધાનસભાની બેઠક પર જવલંત જીત મેળવીશું.

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે જેમાં પક્ષા પક્ષીથી દુર રહી ગામની એકતા જળવાય રહે અને ગામોનો વિકાસ થાય તેના માટે વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તેવા ખાસ પ્રયત્નો કરવા પર ભાર મુકવામાં આવેલ છે.

ગુજરાતની ૩૩ જીલ્લા પંચાયત પૈકી રાજકોટ જીલ્લા પંચાયતમાં માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ધારા એક ખાસ એપ લોન્ચ, કરવામાં આવેલ છે. જેમાં જીલ્લાના પ૯૬  ગામડાઓ અને ૧૧ તાલુકાને આવરી લેવામાં આવેલ છે. જેમાં લોકો તેઓના પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ, સફાઇ તેમજ જે જીલ્લા પંચાયત કચેરી ને લગતા તમામ પ્રશ્નો રજૂ કરી શકાશે જેથી પ્રશ્નોને તાત્કાલીક ઉકેલ આપી શકે ગામડા થકી જીલ્લા પંચાયત અને જીલ્લા પંચાયત થકી ગામડુ,

પડધરી તાલુકા ભાજપની પ્રથમ કારોબારી બેઠક પડધરી તાલુકાના નારણકા ગામે મળેલ. આ બેઠકમાં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તુલસીભાઇ તાલપરા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાવનજીભાઇ મેતલીયા, જીલ્લા પંચાયત સદસ્ય સુમાબેન લુણાગરીયા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ હેરમા મહામંત્રી  છગનભાઇ વાંસજાળીયા, મુકેશભાઇ તળપદા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય મનોજભાઇ પેઢડીયા તાલુકા પ્રભારી પ્રાગજીભાઇ કાકડીયા, પડધરી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઇ બાંભવા, કારોબારી અધ્યક્ષ મહેશભાઇ અકબરી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જગદીશભાઇ મુછડીયા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી નવીનપરી, પરસોતમભાઇ સાવલીયા, હકુભા જાડેજા, ધીરૂભાઇ તળપદા, હીતેષભાઇ પરમાર, તેમજ તાલુકા ભાજપના હોદેદારો, તાલુકા કારોબારી સભ્યો, સરપંચશ્રીઓ, સહકારી અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેલ. આભાર વિધી ડો. ગોરધનભાઇ પટેલે કરી હતી.

(1:08 pm IST)