Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જેતપુરમાં યુવા મોરચા પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટનું ભવ્ય સ્વાગત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ :.. ભાજપ યુવા મોરચામાં પ્રદેશ અધ્યક્ષની જવાબદારી ડો. પ્રશાંતભાઇ કોરાટને સોંપવામાં  આવતા. તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.

કોરાટ પરીવારમાં બે મંત્રીઓ તરીકે ફરજ બજાવ્યા બાદ તેમના પુત્ર ડો. પ્રશાંતભાઇ કોરાટ જીલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે સેવા આપતા હોય તેની વફાદારી અને કાર્યશૈલીથી પ્રભાવીત થઇ તેમને પ્રદેશ અધ્યક્ષથી જવાબદારી સોંપવામાં આવતા યુવા ભાજપમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. પ્રશાંતભાઇ જેતપુર પ્રવાસે આવતા હોય. તેનું અદકેરૂ સન્માન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ તેઓએ પ્રથમ વિરપુર જલારામ બાપાના દર્શન કરેલ ત્યાં આગેવાનોએ તેમનું સ્વાગત કરેલ બાદ કાગવડ  મા ખોડલના આશીષ મેળવવા ગયેલ ત્યાં પણ શહેર - ગ્રામ્ય વિસ્તારના આગેવાનો એ હૃદયના ઉમળકાથી આવકારેલ ત્યાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ પ્રશાંતભાઇ કોરાટે યુવા ભાજપની ટીમને સંબોધન કરેલ. નરેશભાઇ પટેલે આવકારેલ.

શહેરના તીનબતી ચોકમાં ફટાકડીની ભવ્ય આતશબાજી સાથે તેમને આવકારેલ વિર ચાંપરાજવાળાની  પ્રતિમાને ફુલહાર કરી સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને સવજીભાઇ કોરાટની પ્રતિમાને ફુલહાર કરેલ.

આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, સતીષભાઇ શીંગાળા, જશુમતીબેન કોરાટ, પાલીકા પ્રમુખ સુરેશભાઇ અમરેલીયા, જયંતીભાઇ રામોલીયા, ગોરધનભાઇ ધામેલીયા, રાજુભાઇ પટેલ, સરપંચો, તાલુકા પંચાયત જીલ્લા પંચાયતના સભ્યો સહિતના જોડાયા હતાં.

(1:06 pm IST)