Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

દેવભુમી જીલ્લામાં ૧૦ થી રર સુધી વ્યાપક અને ૧પ/૧૬/૧૯ થી રર ધોધમાર વરસાદ

ખંભાળીયા, તા., ૯: દેવભુમી દ્વારકા જીલ્લાના શિક્ષક સંઘના ઉપપ્રમુખ તથા વિજય હાઇસ્કુલના શિક્ષક કનુભાઇ કણજારીયા જેઓ અનેક સફળ આગાહી વરસાદ તથા વાવાઝોડાની કરી છે. તેમણે તા.૧૦ થી રર સુધી વરસાદ જોરદાર પડશે તેમ જણાવ્યું છે.

તેમણે કહેલુ હતું કે ૧૦/૭ થી વરસાદની શરૂઆત થશે. ૧પ/૧૬ ભારે વરસાદ આવશે. જે બે સીસ્ટમ ભેગી થતા થશે અને ૧૯ થી ૨૨ દરમ્યાન પણ ભારે વરસાદ પડશે તથા નદી, તળાવો, ડેમોમાં પુષ્કળ પાણી આવશે.

વરસાદ એવો પડશે કે હાલ રોડના કામો અધુરા હોય રસ્તા બંધ થઇ જાય અને બોર્ડ પરીક્ષાના છાત્રો પરેશાન થાય તેવો પણ ભય વ્યકત કર્યો હતો.

(1:05 pm IST)