Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કેશોદના ભરડિયા વિસ્તારમાં સાત લાખના દારૂનો નાશ

કેશોદઃ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર માં થી પોલીસે પકડેલ લાખો રૂપિયા નાં ઈંગ્લીશ દારૂ નાં જથ્થાનોે નાશ કર્યો હતો.  કેશોદ પોલીસ સ્ટેશન નાં એકવીશ ગુન્હા , માંગરોળ પોલીસ સ્ટેશન નાં ત્રીસ ગુન્હા , માંગરોળ મરીન પોલીસ સ્ટેશન નાં ચૌદ ગુન્હા તેમ મળી છ લાખ પંચાણું હજાર જેવા ઈંગ્લીશ દારૂનાં મુદ્દા માલ નો નાશ કરવામાં આવેલ હતો. કેશોદનાં ડે. કલેકટર રેખાબા સરવૈયા માંગરોળના ડે. કલેકટર, ડી.વાય. એસ.પી. બી.જે.ગઢવી તેમજ માંગરોળના ડી.વાય.એસ.પી. અને નશાબંધી અધિકારીની હાજરી માં લાખો રૂપિયાનાં ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ હતો.

(1:00 pm IST)