Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમરેલીના વેપારી ઉપર ફાયરીંગ કરનાર કંડકટર ધાધલને સસ્પેન્શન ઓર્ડર

અમરેલી તા.ર૯ : અમરેલી શહેરમાં દરજી કામની દુકાન ધરાવતા વેપારી ઉપર ફાયરીંગનાં બનાવ અંગે અમરેલી એસટી ડ્રાઇવર કમ કંડકટર રઘુવીર ભનુભાઇ ધાધલની તાત્કાલીક અસરથી અમરેલી એસટી વિભાગીય નિયામકે કોડીનાર ડેપોમાં બદલી કરી સસ્પેન્શન ઓર્ડર આપી દીધો છે. એસટી નિગમ અમરેલીડેપો ખાતે ફરજ બજાવતા રઘુવીર ભનુભાઇ ધાધલ  દ્વારા એસટી બસ બરોબર ચલાવતા ન હોય ઉપરી અધિકારીને ફરિયાદ કરવા કહેતા તે બાબતે સારી ન લાગતા ધમકી આપ્યા બાદ તમંચો લઇને પાઇપ અને લોખંડના પાટા વડે આગલા દિવસે માથાકુટનો ખાર રાખી ગુનાહીત કૃત્ય કરેલ. ફરિયાદીની દુકાને જઇ બે રાઉન્ડ ફાયરીંગ કરેલા અને જાનથી મારી નાખવાનાં ઇરાદે લોખંડની પાટોથી ફરિયાદીને ગંભીર ઇજા કરેલી તેથી એસટીએ આ નિર્ણય લીધો હોવાનું વિભાગીય નિયામક દ્વારાજણાવાયું છે.

તાલડા ગામે ફાંસો ખાધો

તાલડા ગામે રહેતી પુજાબેન હિંમતભાઇ જાદવ ઉ.વ.૧૭ પોતાના ઘરે પોતાની મેળે ઠેલના આડસર સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નીપજયાનું રમીલાબેન ભગુભાઇ જાદવએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

૧૧ નશાખોર ઝડપાયા

અમરેલી જીલ્લામાં પ્રોહીની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા જીલ્લા પોલીસવડાશ્રી નિર્લિપ્ત રાયની સુચના મુજબ ડ્રિન્કસ એન્ડ ડ્રાઇવ દરમિયાન ૧૧ લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

લાઠીમાં ઝેર પીતા મોત

લાઠીમાં રહેતા અર્જુન રામાભાઇ ચારોલીયા ઉ.વ.૧૭ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં મોત નીપજયાનું તેજુબેન તાજુભાઇ ચારોલીયાએ લાઠી પોલીસ મથકમાં  જાહેર કરેલ છે.

પરિણીતાને ત્રાસ

રાજુલા ખાખબાઇ બાઇપાસ પોલીસ  લાઇન સામે મદીનેબેન મહેબુબભાઇ જોકીયા ઉ.વ.૩૦ને સંતાનમાં ચાર દિકરી હોય અને દિકરો ન હોય. જેથી સાસુ આઇસાબેન, સરસા હકીમભાઇ જોખીયાની ચડામણીથી પતિ મહેબુબ હકીમભાઇ જોખીયાએ મારકુટ કરી ધમકી આપી કરીયાવર અંગે મેણામારી ત્રાસ આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છુટાછેડા નહી લેતા

મોટા માચીયાળા ગામે માવતરના ઘરે રહેતી રૂશાલીબેન હરેશભાઇ દાદુકીયા ઉ.વ.ર૪ રહે. સોનારીયા હાલ મોટા માચીયાળા વાળીઅુે લાપાળીયાના રાજુભાઇ જીવાભાઇ સાથે મૈત્રી કરાર કરેલ હોય અને પતિ હરેશ બાલાભાઇ સાથે છુટાછેડા લીધેલ ન હોય જેનું રાગદ્રેશ રાખી કુહાડી વડે માર મારી રવિ બાલાભાઇ રહે. સોનારીયાવાળાએ તલવાર સાથે રાખી ગાળો બોલીયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી આપી

નાના લીલીયા ચોકડીથી વાઘણીયા જતા રોડે વન રક્ષક સહાયક વિપુલભાઇ અશોકભાઇ ચુડાસમા ઉ.વ.ર૮ને નાના લીલીયા ગામના મોહસીન દાદાભાઇ સૈયદ બાઇક ઉપર આવીને ફરજમાં રૂકાવટ કરી ગાળો બોલી લાકડી મારવા જતાં અમજદભાઇ તથા તુષારભાઇ વચ્ચે પડી બચાવેલ અને જતા જતા ધમકી આપ્યાની લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નેસડી પરાની યુવતી ગૂમ

નેસડીપરામાં રહેતી યુવતી તેમની બહેનપણી સાથે ખરીદીમાં જવાનું જણાવી રીક્ષામાં બેસીને કયાંક ગુમ થયાનું યુવતીનાભાઇએ સાવરકંુડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(12:59 pm IST)