Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ધ્રોલમાં કોંગ્રેસ દ્વારા જનચેતના આંદોલનઙ્ગઃ ભાજપ સામે રેલી- સુત્રોચ્ચારઃ સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન

ધ્રોલ તા.૯, ધ્રોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ' જન ચેતના' આંદોલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના  અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા  AICC નાં મેમ્બર્સ શ્રીમતી શહેનાઝબેન બાબી તથા કાલાવડ    ધારાસભ્ય   પ્રવીણભાઈ મુછડીયા તથા  પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલ નાં વાઇસ ચેરમેન    કણૅદેવસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહિલા સહારાબેન મકવાણા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી  પ્રદ્યુમન સિંહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન)   કે.પી.બથવાર તથા જામનગર જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી નયનાબા જાડેજા તથા પુજાબા જાડેજા તથા પૂર્વપ્રમુખ શ્રીમતી રીટાબા જાડેજા તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ  રાજેન્દ્રસિંહ ઝાલા તથા ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ  અદનાનભાઈ ઝન્નર તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  જીજુભા જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ  અમિનભાઈ ઝન્નર તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ આગેવાન   ગોવિંદભાઈ પટેલ તથા  જામનગર જીલ્લા ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ   કલ્પેશભાઈ હડીયલ તથા ધ્રોલ તાલુકા કોંગ્રેસ અનુ.જાતિ.ના ચેરમેન  રમેશભાઈ વરણ તથા તથા જયેન્દ્રસિહ જાડેજા તથા નસિમબેન તથા શિરીનબેન તથા ધ્રોલ તાલુકાનાં વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો   ઉપસ્થિત રહ્યા હતા.

 આ  ભાજપ સરકાર નાં અણઘડ વહીવટ અને દરેક ક્ષેત્રમાં ફેઈલ થયેલ સરકાર ને જાકારો આપવા નો સમય આવી ગયો છે, ત્યારે ખેડૂતો નાં પ્રાણ પ્રશ્નો તથા બેરોજગારી તથા પેટ્રોલ અને ડીઝલ નાં અસહ્ય ભાવ વધારા તથા શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ તેમજ અનાજ કઠોળ,દુધ  અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભાવો આસમાને પહોંચ્યા ત્યારે આ કુંભકર્ણની સરકાર ને ઢંઢોળવા નો ફરી પ્રયત્ન કરેલ , આ સરકારની અણ આવડત નો ભોગ પ્રજાજનો બનતા જાય છે તેનાં અનુસંધાને ધ્રોલ તાલુકા/ શહેર કોંગ્રેસ સમિતિ ના દ્વારા   રેલી યોજી અને   રેલી નાં સ્વરૂપે ઝંડા અને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી આ ભાજપ સરકાર ની વિરુદ્ધ  સુત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ ડૉ. આંબેડકરની પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પણ કરીને આ ભ્રષ્ટાચારીને સદબુધ્ધી આપે તેવી પ્રાર્થના કરી હતી.

બપોર બાદ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિના વિવિધ ફ્રન્ટ્રલ સેલ મોરચાના હોદેદારો અને કાર્યકરો સાથે સમીક્ષા બેઠક યોજી માહિતી આપી અને નવી બોડીની નિમણૂક કરવા અંગેની માહિતગાર કર્યા હતા. અને છેલ્લે જે લોકો કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા હતા તેમનાં પરિવારજનોને સાન્ત્વન આપવા મૃતક પરિવારના નિવાસસ્થાને ગયા હતા.

 આ કાયૅક્રમનું સંચાલન   કે.પી.બથવારે  કરેલ હતું અને સંકલન જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ  કલ્પેશભાઈ હડીયલ એ કર્યું હતુ.

(11:51 am IST)