Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબીના શક્તિ ચેમ્બર હત્યા પ્રકરણમાં એક આરોપી જેલહવાલે : અન્ય એક આરોપી ઝડપાયો

  મોરબીના શક્તિ ચેમ્બરમાં દારૂની પાર્ટી દરમિયાન ડખ્ખો થતા બે શખ્સોએ આધેડને નીચે ફેંકી દેતા ગંભીર ઈજા થતા આધેડનું મોત થયું હતું જે હત્યાના બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી હતી જેમાં એક આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરાયો છે તો અન્ય એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે  
   મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી અને હાલ લખધીરપુર રોડ પર ચાની હોટલમાં મજુરી કરતા રણજીતભાઈ સોલંકી નામના આધેડ ગત શનિવારના રોજ શક્તિ ચેમ્બરમાં ગેલાભાઈ કોળી તેમજ જાવેદ ઉર્ફે માયો રસુલભાઈ વાધેર રહે તખ્તસિંહજી રોડ મોરબી, આદીલ અલારખા પરમાર રહે વજેપર મોરબી, તેનો ભાઈ મુન્નો અલારખા પરમાર તેમજ સલીમ નામનો છોકરો અને રણજીત બધા શક્તિ ચેમ્બરમાં કલરકામ મજુરી કરવા ગયા હોય અને રાત્રીના બધા દારૂ પિતા હતા ત્યારે રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં જાવેદ ઉર્ફે માયો અને મુન્નો અલારખા પરમાર બથોબથી કરતા હતા ત્યારે માયાએ ગેલાભાઈ કોળીને ગાળો આપેલ અને બાદમાં જાવેદ ઉર્ફા માયો અને મુનો અલારખાએ રણજીતને ગાળો આપતા રણજીતે કહેલ કે સારાવાટ નહિ અને કહેલ કે તમારા બંનેથી શું થાય આમ કહેતા બંને ઇસમોએ રણજીતને પકડીને દુકાનની લોબીમાંથી ઉપાડીને નીચે ઘા કરી દીધો હતો અને ગંભીર ઈજા થતા રણજીત સોલંકીનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો
જેથી બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ બી ડીવીઝન પીઆઈ વિરલ પટેલ અને રાઈટર પ્રદીપસિંહની ટીમ ચલાવતી હોય જેમાં એક આરોપી જાવેદ ઉર્ફે માયો રસુલ વાધેર રહે ડો. તખ્તસિંહજી રોડ વાળાને ગઈકાલે ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યો છે તો આજે હત્યાના ગુન્હામાં સંડોવાયેલ બીજો આરોપી મુન્નો અલારખા પરમાર રહે વજેપર મોરબી વાળાને ઝડપી લીધો છે

(10:13 pm IST)