Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ તરીકે સુભાષભાઈ પડસુંબિયા.

મોરબી જિલ્લા  પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા જનરલ મીટીંગ નું આયોજન હોટેલ રાધિકા રામધન આશ્રમ સામે મહેન્દ્રનગર મુકામે થયેલ જેમાં બહોળી સંખ્યા મા પેટ્રોલિયમ ડીલર્સ ભાઈઓની હાજરી મા નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવેલ હતી
   રનીંગ હાદેદારો પ્રમુખ હર્ષદભાઈ કડીવાર ઉપપ્રમુખ વિનોદભાઈ ડાભી તથા સેક્રેટરી  અનિલભાઈ બુધદેવની કાર્યકારી મુદત પૂરી થતી હોય તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપેલ તથા સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ જેમાં નવા પ્રમુખ તરીકે  સુભાષભાઈ પડસુંબીયા ઉપપ્રમુખ તરીકે  પ્રદિપભાઈ હુંબલ સેક્રેટરી તરીકે  અનિલભાઈ બુધદેવ ની સર્વ સંમતી નિમણૂક કરવામાં આવેલ છે તેમજ સર્વ સભ્યોએ તાળીયો ના ગડગડાટ થી વધાવી લીધેલ.
   નવા પ્રમુખ સુભાષભાઈ પડસુંબીયા એ તેના પ્રમુખ તરીકે ના પ્રથમ ઉદબોધનમાં પેટ્રોલિયમ ડિલરો ના ટ્રેડ ને લગતા ગંભીર પ્રશ્નોને મહત્વ આપવાના પ્રયાસોને પ્રાથમિકતા આપવા જણાવેલ જેમાં ટ્રેડ ના સભ્યોના સંગઠનને મજબૂત કરવા તથા પેટ્રોલિયમ ડીલરોને ઘણા સમયથી પડતર રહેલ કમિશન વધારવા ના પ્રશ્ન ને પ્રાથમિક મહત્વ આપવા જણાવેલ હતુંય

(10:07 pm IST)