Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો દ્વારા ઓપન એજ ગ્રુપ માટે સિલેકશન કરાશે

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો દ્વારા તા. ૦૯ ના રોજ સાંજે 4 થી ૬ કલાકે ઓપન એઈઝ ગ્રુપ કેટેગરી માટે સિલેકશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૭ થી ૨૩ વર્ષની વય ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે  
મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ એક્સલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે સિલેકશન પ્રક્રિયા તા. ૦૯ ના રોજ સાંજે 4 થી ૬ કલાકે યોજાશે જે સિલેકશન માટે આવનાર લોકોએ જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ, સ્કૂલ અથવા કોલેજનું આઈડી પ્રૂફ, રહેણાંક પુરાવો અને ૨ ફોટોગ્રાફ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે સિલેકશન માટે આવનારે વ્હાઈટ ટ્રેક અને ટીશર્ટ તેમજ સ્પોર્ટ્સ શૂઝ અને પોતાની ક્રિકેટ કીટ લાવવાની રહેશે

(9:59 pm IST)