Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સજીવ ખેતીની તાલીમ ઓનલાઈન રિઝવાન અડતીયા દ્વારા સંપન : ૩૦ ખેડૂતોએ તાલીમ લીધી

પોરબંદર : તાજેતરમાં સજીવ ખેતીની તાલીમ ઓનલાઈન રિઝવાન આડતીય ફાઉન્ડેશન (ઇન્ડિયા) દ્વારા યોજાઈ જેમાં ૩૦ જેટલા ખેડૂતોએ તાલીમ લીધી હતી .રિઝવાન આડતીયા ફાઉન્ડેશન (ઈન્ડિયા) દ્વારા પોરબંદર જીલ્લામાં વિવિધ સામાજિક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. રિઝવાન આડતીયા ફાઉન્ડેશન આતર રાષ્ટ્રીય સંસ્થા છે. જે ભારત સહિત આફ્રિકા અને એશિયાના 7 દેશોમાં કાર્યરત છે. તા. 01.07.2021 થી તા. 03.07.2021 સુધી રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે ઓર્ગેનિક (સજીવ) ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં અલગ અલગ ગામોમાથી અંદાજે 30 જેટલા ખેડૂતોએ ઓનલાઈન તાલીમ મેળવેલ. તાલીમમાં પોરબંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.એચ.એન.ડેર તથા ડો. વી.એમ.સાવલિયા દ્વારા સ્થાનિક અને સરળ ભાષામાં તાલીમ આપવામાં આવેલ. તાલીમ દરમિયાન ખેડૂતોને ઓડિયો વિજ્યુઅલ મટિરિયલ્સ દ્વારા પ્રેક્ટિકલ રીતે સજીવ ખેતીના ઘટકો વિષે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવેલ.

(9:57 pm IST)