Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કચ્છની ચર્મકલાના જાણીતા કસબી શિલ્પગુરુ એવોર્ડ વિજેતા ભસર ભુરાનું દુઃખદ નિધન

ચામડાના ચપ્પલ, મોજડી, પર્સ ઉપર કચ્છી ભરતકામનું સુંદર સંયોજન કરી કચ્છની હસ્તકલા માટે દેશ વિદેશમાં નવું બજાર ઉભું કર્યું

ભુજ :  કચ્છી ચર્મકલાના જાણીતા કસબી ભસર ભુરાનું આજે દુઃખદ નિધન થયું છે. ભુજના ધોરડો (સફેદરણ) પાસે આવેલ હોડકા ગામના રહેવાસી ભસર ભૂરાએ પોતાની ચર્મકલાના માધ્યમથી બન્ની વિસ્તારને દેશ વિદેશમાં જાણીતું કર્યું હતું.

 ખાસ કરીને ચપ્પલ, મોજડી, પર્સ ઉપર કચ્છી ભરતકલાનું સંયોજન કરીને તેમણે કચ્છની હસ્તકલા માટે એક નવું બજાર ઉભું કર્યું હતું. દેશમાં હસ્તકલાના કસબીઓ માટે અતિ પ્રતિષ્ઠિત એવા 'શિલ્પગુરુ' એવોર્ડના વિજેતા ભસર ભૂરાએ અનેક હસ્તકલાક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક એવોર્ડ મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું હતું. તેમના દુઃખદ નિધનથી કચ્છને હસ્તકલા ક્ષેત્રે કદીયે ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.

(10:35 pm IST)