Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જામનગરમાં કોરોનાનો કહેર :શહેરમાં નવા 8 અને જિલ્લામાં 3 સહીત વધુ 11 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 297 થઇ

દિગ્વિજય પ્લોટ,શંકર ટેકરી,ગાજર ફળી,ચાંદલિયા શ્રી અને બેડીમાં કોરોના કેસ : ધ્રોલ અને ઠેબામાં પણ કોરોના કેસ નોંધાયા

જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે :શહેરમાં નવા 8 અને જિલ્લામાં 3 સહીત વધુ 11 કેસ પોઝીટીવ નોંધાયા છે આ સાથે સિટીમાં 227 અને જિલ્લાના 70 મળીને કુલ કેસની સંખ્યા 297 થઇ છે

 આજે સાંજે વધુ છ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજેશ માંડવીયા (ઉંમર વર્ષ ૪૦ ) ( રહેવાસી દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ જામનગર) , જગદીશ ચૌહાણ ( ઉંમર વર્ષ 40 ( રહે,શંકર ટેકરી જામનગર) , જમનાબેન મૂળજીભાઈ (ઉંમર વર્ષ 60 ) ( રહેવાસી દિગ્વિજય પ્લોટ શેરી નંબર 50 જામનગર) , કલ્પનાબેન દવે (ઉમર વર્ષ 38) (  રહેવાસી ગાજર ફરી જામનગર) ભરતભાઈ  ભણસાલી (ઉંમર વર્ષ ૫૫ ) ( ચાંદલીયા શેરી જામનગર) અને   અનીશ વોકલ(  ઉંમર વર્ષ 50 બેડી જામનગર) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જયારે  ઠેબા ગામ તથા ધ્રોલ એક -એક કેસ નોંધાયો છે

(9:14 pm IST)