Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

મોરબીમાં કોરોના વિસ્ફોટ : વધુ ચાર કેસ : આજે કુલ આઠ કેસ નોંધાયા: જીલ્લાનો કુલ આંક ૭૮ પર પહોંચી ગયો

રવાપર રોડના પુરુષ,નાગર પ્લોટના વૃદ્ધ,કાંયાજી પ્લોટના પુરુષ અને રવાપર રોડ સિદ્ધિ વિનાયક સોસાયટીના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મોરબી જીલ્લામાં કોરોના વિસ્ફોટ જોવા મળે છે અને પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે જેમાં ગુરુવારે ચાર કેસ બપોર સુધીમાં નોંધાયા બાદ વધુ ચાર સાથે આજના કુલ આઠ કેસ નોંધાયા છે અને જીલ્લામાં કુલ આંક ૭૮ પર પહોંચી જવા પામ્યો છે

   મોરબી જીલ્લામાં આજે ચાર નવા કેસ નોંધાયા છે જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ રઘુવીર સોસાયટી રવાપર રોડ મોરબીના રહેવાસી ૫૫ વર્ષના પુરુષ અને નાગર પ્લોટ મંગલ ભુવનના ૬૫ વર્ષના વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તે ઉપરાંત મોરબીના કાયાજી પ્લોટ ૨ ના રહેવાસી ૪૪ વર્ષના પુરુષ અને રવાપર રોડ સિદ્ધી વિનાયક પાર્કના રહેવાસી ૬૫ વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મોરબી જીલ્લામાં ગુરુવારે કુલ આઠ કેસ સાથે જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૭૮ પહોંચી ગયો છે

(8:30 pm IST)