Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

હળવદમાં પાણી પૂરવઠા યોજનાના કામોની મુલાકાત લેતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા

પાણી વિતરણ, કલોરીનેશન અને ડેમ સાઇટ ઉપરના બાંધકામનું નિરિક્ષણ

મોરબી તા. ૯ , ગુજરાત રાજયના પાણી પૂરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ મોરબી જિલ્લાના હળવદના ટીકર રોડ  ખાતે WTP (NCD-4) જૂથ પાણી પૂરવઠા યોજનાની અને બ્રાહમણી -૨ ડેમ આધારિત બલ્ક પાણી પૂરવઠા યોજનાની મુલાકાત લીધી હતી. 

મંત્રીશ્રી  કુંવરજીભાઇ બાવળિયાએ પાણી  વિતરણ, કલોરીનેશન અને ડેમ સાઇટ ઉપરના બાંધકામનું નિરિક્ષણ કર્યુ હતું તથા સબંધિત અધિકારીઓ પાસેથી વિવિધ કામોની વિગતો મેળવી હતી. 

આ પ્રસંગે  ધારાસભ્યશ્રી પરસોતમભાઇ સાબરિયા, મામલતદારશ્રી સોલંકી, પાણી પૂરવઠા વિભાગના એન્જિનિયરો, ગામના આગેવાનો, સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:34 pm IST)