Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વાંસજાળીયામાં ૧ ઇંચઃ ગોંડલ-મેંદરડા-જામનગર- જૂનાગઢમાં ઝાપટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ધુપ-છાંવનો માહોલ યથાવતઃ સાર્વત્રિક વરસાદને વિરામ

ગોંડલઃ ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી. ગોંડલ)

રાજકોટ,તા. ૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર સાર્વત્રિક વરસાદે વિરામ લીધો છે.

 આવા વાતાવરણ વચ્ચે જામનગર જીલ્લાના વાંસજાળીયામાં ૧ ઇંચ તથા રાજકોટ, ગોંડલ, મેંદરડા, જૂનાગઢમાં હળવા -ભારે ઝાપટા પડ્યા છે.

શનીવાર સાંજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ મેઘમહેર શરૂ કરી હતી.

જેમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા,જામનગર, પોરબંદર જીલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.

ત્યારબાદ છેલ્લા ૨૪ કલાકમાં હળવો -ભારે ઝાપટારૂપે વરસી રહ્યો છે.

ગઈકાલથી રાજયમાં વરસાદનું જોર ઘટ્યું છે. વાદળમય વાતાવરણ વચ્ચે રાજયમાં ગઈકાલે સૌથી વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે રાજયમાં ૧૪ સ્થળે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં ૧૦ મિમિ વરસાદ પડ્યો છે. જયારે વલસાડમાં ૯ મિમિ, જામકંડોરણા અને સુરત શહેરમાં ૫-૫ મિમિ વરસાદ નોંધાયો છે.આજે રાજયમાં પડેલો ૫દ્મક વધુ મિમિ સુધીનો વરસાદજિલ્લો   તાલુકો   વરસાદ (મિમિમાં)  નવસારી   નવસારી   ૧૦  વલસાડ   વલસાડ   ૯  રાજકોટ   જામકંડોરણા   ૫  સુરત   સુરત શહેર   ૫  વરસાદની એક અઠવાડિયા સુધી નહીવત શકયતા

શુક્રવારથી એક અઠવાડિયા દરમિયાન રાજયમાં ભારે વરસાદની શકયતા નહિવત્ હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યાં છે. વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, હાલમાં કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં વેલમાર્ક લો-પ્રેશર સક્રિય છે, જે ગુરુવારથી ક્રમશઃ પાકિસ્તાન અને સિંધપ્રદેશ તરફ આગળ વધી દરિયામાં નિષ્ક્રિય થઈ જશે, જેથી શુક્રવારથી એક અઠવાડિયા સુધી રાજયમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે, પણ ભારે વરસાદ પડવાની શકયતા નહિવત્ છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ, બુધવારે ૬ શહેરોમાં ગરમીનો પારો ૩૩ ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

ગઈકાલે ૮ જુલાઈએ રાજયમાં પડેલો ૧૦ મિમિ સુધીનો વરસાદજિલ્લો   તાલુકો   વરસાદ (મિમિમાં)  સુરત   ઉમરપાડા ૩૪     જૂનાગઢ   માળીયા   ૨૮  સાબરકાંઠા   ખેડબ્રહ્મા   ૨૪  કચ્છ   લખપત   ૨૩  વલસાડ   ધરમપુર   ૨૩  અમદાવાદ   અમદાવાદ શહેર   ૨૨  પંચમહાલ   શહેરા   ૨૨  અરવલ્લી   ધનસુરા   ૨૧  ગાંધીનગર   માણસા   ૨૧  વલસાડ   કપરાડા   ૧૭  વલસાડ   ઉમરગામ   ૧૫  પાટણ  પાટણ   સરસ્વતી   ૧૪  અરવલ્લી   બાયડ   ૧૪  ગાંધીનગર   ગાંધીનગર   ૧૪  વલસાડ   વલસાડ   ૧૪  નવસારી   જલાલપોર   ૧૩  બનાસકાંઠા   ડીસા   ૧૨  મહેસાણા   વિજાપુર   ૧૨  અમદાવાદ   સાણંદ   ૧૨  તાપી   દોલવણ   ૧૨  ડાંગ   વધઈ ૧૨  મહેસાણા,મહેસાણા   ૧૧  મહેસાણા,ઊંઝા   ૧૧  ગીર સોમનાથ,ગીરગઢડા૧૧, મહીસાગર   કડાણા,૧૧  રાજકોટ   જેતપુર   ૧૦, પોરબંદર રાણાવાવ   ૧૦  જૂનાગઢ   ૧૦  જૂનાગઢ,જૂનાગઢ શહેર, ૧૦  અમદાવાદ   બાવળા   ૧૦  અમદાવાદ   ધોળકા   ૧૦  દાહોદ   ધનપુર   ૧૦  ભરૂચ   વાલિયા   ૧૦ મી.મી. વરસાદ પડ્યો હતો.

ગોંડલ

ગોંડલઃ શહેરમાં કાળાડિબાંગ વાદળા સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. અને વાતાવરણના ઠંડક પ્રસરી ગઇ હતી.

જામનગર

 જામનગરઃ જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં એક ઇંચ, સમાણા, પરડવામાં ઝાપટા વરસ્યા છે.

જ્યારે આજે સવારે જામનગરમાં વરસાદી ઝાપટુ વરસ્યું હતું. આજનું હવામાન ૨૭.૫ મહતમ, ૨૬ લઘુતમ, ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૯.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

જૂનાગઢ

જૂનાગઢઃ સવારે જૂનાગઢ સહિત છ તાલુકામાં મેઘરાજાએ ફરી ધીમી ધારે વરસવાનું શરૂ કરી દીધુ છે.

સવારે પુરા થયેલા ૨૪ કલાક દરમ્યાન જૂનાગઢ કુલ ૬૭ મીમી વરસાદ નોંધાયો હતો અને આ સાથે સીઝળતો કુલ વરસાદ ૫૫.૨૫ ટકા થયેલ છે.

રાત્રે મેઘરાજાએ જિલ્લાભરમાં વિરામ રાખ્યો હતો. પરંતુ આજે સવારથી ફરી મેઘાએ ધીમી ધારે વરસવાનું શરૂ કયું છે.

જૂનાગઢમાં સવારતી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા હોય વધુ પાંચ મીમી પાણી પડવાનું નોંધાયુંછે.

સવારના ૬ થી ૧૦ સુધીમાં કેશોદમાં પાંચ મીમી, માણાવદર -૭ મીમી , માળીયા ૩ મીમી વંથલી વિસાવદરમાં સાત-સાત મીમી વરસાદ નોંધાયો છે.

(12:01 pm IST)