Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

દ્વારકાધીશ મંદિર અને શારદાપીઠમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી : ભાવિકો દ્વારા દર્શન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૯ : કોરોના બાદ મંદિર ખૂલતા સાથે જ ગુરૂપૂર્ણિમાની પ્રથમ પૂનમના સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતના વિસ્તારોમાંથી ગઇકાલે હજારો યાત્રીકો દર્શન કરવા ઉમટી પડયા હતાં. સવારે પાંચ વાગ્યે પૂજારી પ્રણવભાઇએ મંગળા દર્શન યાત્રીકોને કરાવ્યા હતા.

શારદાપીઠ પરિસદમાં સ્વામિ નારાયણનંદજીએ જગત ગુરૂ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની ગાડી પર ગુરૂ પૂજન કર્યું હતું. ગુગળી જ્ઞાતિના પ્રમુખ અશ્વિન પુરોહીત સહિતના ભકતો ઉપસ્થિત રહ્યા હતાં.(

(11:54 am IST)