Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ઓખાને ધમાકેદાર વરસાદે સર્વત્ર ધમરોળ્યુ ૨૮ ઇંચ વરસાદ

ઓખાઃ દેશના છેવાડે આવેલ ઓખા ગામ દુનીયાનુ અનોખુ ગામ કહેવાય છે. અહીં શિક્ષણ, આરોગ્ય, લાઇટ, પાણી જેવી જીવન જરૂરી સેવાઓ ભગવાન ભરોસે ચાલે છે. તેમાંયે પીજીવીસીએલની પાવર સેવા ચોમાસાની ઋતુમાં ખાડે ગયેલી જોવા મળે છે. બે છાંટા પડે ત્યારથી પાવર કાપ શરૂ થઇ જાય છે. તંત્રના થાંભલાઓ પર લટકતા વાયરો, ખુલ્લા ટીસીઓ તથા રસ્તાઓ પર લટકતા વાયરો અનેક પશુ પંખીઓના મોતના કારણ બને છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલતા વરસાદે રેકડબ્રેક ૨૮ ઇંચ વરસાદ નોંધાયો છે. તમામ જાહેર રસ્તાઓ પર પાણી ભરાયા છે. ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. પાવર બંધ છે, ઇન્ટરનેટ સેવાઓ બંધ થતા અનેક સમસ્યાઓ સર્જાય છે. લોકોનુ જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. હવે તો તંત્ર કયારે જાગે તેની રાહ જોવાય છે...

(11:50 am IST)