Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ભાવનગરના નેસવડની ઘટના : સસરાએ ઠપકો આપતા જમાઇએ ૩ વર્ષના સાળાની હત્યા કરી નાખી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૯ : સસરાએ ઠપકો આપતા જમાઇએ ત્રણ વર્ષના સાળાની ઠંડે કલજે હત્યા કરી નાખ્યાનો બનાવ નેસવડ ગામે બનવા પામ્યો છે.

આ બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ભાવનગર નજીકના નેસવડ ગામે જીઆઇડીસી વસાહતમાં રહેતા શિવરામ વજુદરામ બિહારી (ઉ.વ.૪પ)ના પુત્ર શિવમ (ઉ.વ.૩)ની ગામની સીમમાંથી હત્યા કરાયેલ લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરતા શંકાના પરિધમાં આવેલ શિવરામના જમાઇ રામપ્રસાદ લનનદાસ બિહારીની આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સે હત્યાની કબુલાત કરતાં જણાવ્યું હતું કે સસરા સાથે જઘડો થતા અને સસરાએ ઠપકો આપતા તેને તેની દાઝ રાખી તેના ત્રણ વર્ષના સાળા શિવમને ગામની સીમમાં લઇ જઇ છરીના ઘા ઝીંકી હત્યા કરી પાછો ગામમાં આવી ગયો હતો.

પોલીસે આ બનાવ અંગે રામપ્રસાદ લનનદાસને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે વરતેજ પોલીસમાં શિવરામ બિહારીએ તેના જમાઇ રામપ્રસાદ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ખૂનનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:27 am IST)