Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

મેઘરાજાની મહેરથી કચ્છમાં નાની સિંચાઈના ૩૨ અને મધ્યમ કક્ષાના ૫ ડેમ ઓવરફ્લો : લોકોએ કર્યા જળદેવતાના વધામણાં, કચ્છનો સૌથી મોટો કનકાવતી ડેમ છલકાયો તો ૮૧ ડેમમાં આવ્યા નવા નીર આવ્યા

(ભુજ) કચ્છમાં મેઘરાજાની મહેરને પગલે જળાશયોમાં થયેલી નવા નીરની આવકને પગલે લોકો હરખમાં છે. જિલ્લા પંચાયત સિંચાઈ શાખાના જણાવ્યા પ્રમાણે કચ્છમાં નાની સિંચાઈના ૩૨ ડેમ ઓગની ગયા છે. 

જેમાં તાલુકા પ્રમાણે જાણીએ તો માંડવી ૧૪, અબડાસા ૬, ભુજ- મુન્દ્રા ૩, લખપત ૪ અને નખત્રાણામાં ૨ ડેમ એમ ૩૨ ડેમ ઓગની ગયા છે. મધ્યમ સિંચાઈના ૫ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેમાં અબડાસાના ૨, રાપરનો ૧, મુન્દ્રાનો ૧ અને માંડવીનો ૧ ડેમ છે. આ ઉપરાંત નાની સિંચાઈના ૬૬ અને મધ્યમ સિંચાઈના ૧૫ એમ બન્ને મળીને કુલ ૮૧ ડેમમાં નવા નીર આવ્યા છે. 

લોકોએ ઓગની ગયેલા જળાશયોને વધાવી જળદેવતાના હરખભેર વધામણાં કર્યા છે.

(9:59 am IST)