Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

મોરબીમાં કોરોનાથી મહિલાનું મોતઃ વધુ ૩ પોઝીટીવ કેસ

મહામારીનો કહેર વધતા લોકોમાં ચિંતાઃ મૃત્યુઆંક ૫: કુલ પોઝીટીવ કેસ ૭૦

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૯: મોરબી જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે કેસોની સંખ્યા વધવા સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે ચાલુ માસમાં મૃત્યુ આંક વધી રહ્યો છે જેમાં વધુ એક દર્દીનું મોત થતા કુલ પાંચ દર્દીના મોત થયા છે.

મોરબીના માધાપર વિસ્તારના ૬૦ વર્ષના વૃદ્ઘ મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય જે વૃદ્ઘાનું આજે મોત થયું છે વૃદ્ઘ મહિલાને હાઈપર ટેન્શન અને ડાયાબીટીસ તેમજ શ્વાસની બીમારી હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું મોરબી જીલ્લામાં વધુ એક દર્દીના મોત સાથે કુલ પાંચ દર્દીના મોત થયા છે.

જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબી જીલ્લામાં  સાંજ સુધીમાં ૩ કેસ પોઝીટીવ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને કામગીરી હાથ ધરી હતી.તેમજ રાત્રીના સમય વધુ ત્રણ કેસ પોઝીટીવ આવ્યા હતા અને કુલ આંક ૭૦ પર પહોચ્યો હતો

મોરબી જીલ્લામાં સાંજ સુધીમાં ૪ કેસ પોઝીટીવ નોંધાયા હતા અને ૧ વ્યકિતનું મૃત્યુ નીપજયું હતું જેથી મૃત્યુઆંક પણ ૫ પર પહોચ્યો હતો.તેમજ મોરબી શહેરમાં રાત્રીના એક સાથે ત્રણ કેસ પોઝીટીવ આવ્યા હતા જેમાં મોરબીની નાની બજાર વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષના પુરુષ, માધાપરમાં રહેતા ૬૨ વર્ષના પુરુષ અને સરદારનગરમાં રહેતા ૫૨ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.રાત્રીના ૩ કેસ પોઝીટીવ આવતા આરોગ્ય અને ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો દોડી જઈને કામગીરી હાથ ધરી હતી તો મોરબી જીલ્લામાં કોરોનાનો કુલ આંક ૭૦ પર પહોચ્યો છે.(૨૨.૨૧)

(11:47 am IST)