Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પાલીતાણામાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે હરકિશન ઉર્ફે ટીનીયો ઝડપાયો

 

પાલીતાણાના બહારપરા વિસ્તારમાં માંરહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે હરકિશન ઉર્ફે ટીનીયોને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લીધો છે

  ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ભાવનગર એસ..જી. શાખાને જીલ્લામાં થતા નાર્કેટીક્સ હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ..જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી નીચે પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. એસ. ત્રિવેદીને મળેલ બાતમી હકિકત આધારે એસ..જી.ના સ્ટાફે પાલીતાણા બહારપરા વિસ્તારમાં હરકિશન ઉર્ફે ટીણીયો હરનારાયણભાઇ સોમપુરા/ આચાર્ય (..૪૫) ( રહેવાસી પાલીતાણા, બહારપરા, ભટ્ટ શેરી ભાટીયા પ્લોટવાળા) ના રહેણાંકી મકાને નાર્કોટીક્સ અંગે રેઇડ કરતા મજકુરના રહેણાંકી મકાનેથી સુકો ગાંજો વજન ૯૦૫ ગ્રામ કિ.૫૪૩૦ નો કબ્જે કરવામાં આવેલ છે. આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ..જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીએ ફરિયાદ આપી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

(11:18 pm IST)