Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જુનાગઢ મનપા ચૂંટણીમાં ગરમાવો :ઉમેદવારીપત્ર પાછું ખેંચવા માટે ધમકી : રેશમાં પટેલના આક્ષેપથી સનસનાટી

સામાપક્ષે કહ્યું પોતે અથવા તેના ભાઈએ એનસીપીના ઉમેદવરોને જોયા પણ નથી અને ઓળખાતા નથી

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપના વોર્ડ નંબર 13ના ઉમેદવાર ધરમન ડાંગરનો ભાઈ વિનુ અને તેમનો પુત્ર કાનો એનસીપી કાર્યાલયે આવ્યા હતા. વોર્ડ નંબર 13 ના ઉમેદવાર દિવ્યાબેન સાવરાણીને પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેવા ધમકી આપી હતી, એવો રેશમાં પટેલે આક્ષેપ કર્યો છે. રેશમા પટેલને પણ ધમકી આપી હોવાનું રેશમા પટેલે જણાવ્યું હતું.

   એનસીપીના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા નહિતર વેરાવળથી ગુંડાઓ બોલાવી ટાંગા ભાગી નાખવામાં આવશે. એવી ધમકીના આરોપ સાથે રેશમા પટેલ પોલીસ ફરિયાદ આપીને રક્ષણની માંગ કરી છે. સામા પક્ષે ધરમન ડાંગરે તમામ આક્ષેપોને ફગાવી જણાવ્યું હતું કે પોતે અથવા તેનો ભાઈ કે તેનો પુત્ર એનસીપીના ઉમેદવારને જોયા પણ નથી. અને ઓળખતા પણ નથી. રાજકીય રીતે બદનામ કરવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવતા હોવાનું જણાવે છે.

(11:00 pm IST)