Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સ્ટેટ જીએસટી દ્વારા બોગસ બિલિંગના નેટવર્કનો પર્દાફાશ :સિહોરના મુનાફ હબીબાની અને ભાનુસિંગ ખીમસુરિયાની ધરપકડ :60,48 કરોડના બોગસ બિલ બનાવ્યા

ભાવનગર : સ્ટેટ જીએસટીએ કરોડોની કરચોરી અને કરોડોના બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ કરતા ભાવનગરના બે લોકોની ધરપકડ કરી છે.

  સિહોરના વળાવડ ગામના મુનાફ હબીબાણી અને ભાનુસિંગ ખીમસુરીયા આ બંન્ને શખ્સો દ્વારા સ્ટેસ જીએસટીમાં ૬૦ કરોડ ૪૮ લાખના બોગસ બીલો બનાવી અને ૧૦ કરોડ ૪૮ લાખની કરચોરી કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડ્યુ હતું

  . આ બંને શખ્સોની ધરપકડ બાદ સિહોર કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંન્ને શખ્સોને 22 તારીખ સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

 

(10:51 pm IST)