Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મોરબીઃ કારમાં બેસાડી મહિલાને ધમકી આપી દુષ્કર્મ: આરોપી સ્લિમ કટિયા ઝડપાયો :એક દિવસના રિમાન્ડ

ગૂંગણ ગામની સીમમાં લઈ જઈને છરી બતાવી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું

મોરબીની મહિલાને એક કાર્યક્રમમાં માળીયા જવાનું કહીને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને ગૂંગણ ગામની સીમમાં છરી બતાવી ધમકી આપીને દુષ્કર્મ ગુજારનાર આરોપી સલીમ કટિયાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  આ અંગેની વિગત મુજબમોરબીની મહિલાને માળીયા રહેતા સલીમ સુલેમાન કટિયા નામનો શખ્સ ગત તા. 19 જૂનના રોજ માળીયામાં એક કાર્યક્રમમાં જવાનું કહીને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. બાદમાં આ શખ્સ ગૂંગણ ગામની સીમમાં લઈ જઈને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
  મહિલાએ આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે આ દુષ્કર્મ કેસના આરોપી સલીમ સુલેમાન કટિયાને ઝડપીને કોર્ટમાં તાલુકા પીએસઆઈ એમ વી પટેલ સહિતની ટીમે ત્રણ દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં આરોપીને કસ્ટડીમાં લઈને સ્કોર્પિયો કાર કબજે લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

 

(9:57 pm IST)