Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ભુજના ભુજોડી પાસે એસટી બસ પલ્ટી ખાઈ જતા વૃદ્ધાનું મોત : પાંચ પ્રવાસીઓ ઘાયલ

રસ્તાના કામ માટે ખોદાયેલ ખાડામાં એસટી પલ્ટીમારી ગઈ

ભુજ : તાલુકાના ભુજ અંજાર હાઈવે ઉપર શેખપીર ભુજોડી વચ્ચે રોડ ઉપર ચાલતા રસ્તાના કામ માટે ખોદાયેલ ખાડામાં એસટી પલ્ટી મારી જતા બસમાં મુસાફરી કરતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જયારે પાંચ પ્રવાસીઓ ગંભીર રીતે ઘવાયા હતા.

   પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ બનાવ વહેલી પરોઢા ચાર વાગ્યે શેખપીર અને ભુજાડી ફાટક વચ્ચે આવેલ ફાર્મવિલા રિસોર્ટ પાસે રોડ ઉપર બનવા પામ્યો હતો. ઉંજાથી ખત્રાણા આવતી સ્લીપર કોચ એસટી ંબર જીજે ૧૮ ઝેડ 2031 બસ રસ્તાના કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં પલ્ટી મારતા બસમાં સવાર દીપકભાઈ ચંદુભાઈ પરીખ (ઉ.વ.૬૪) તથા તેમના પત્ની ઈલાબેન પરીખ (ઉ.વ.૬ર) (  રહે. બંન્ને ગામ ટીંબ્બો પાટણ) તેમજ વિકાસ દશરથભાઈ પરમાર (ઉ.વ.ર૬)( રહે. સરકારી વસાહત ભુજ,) કેયા ભરતકુમાર પંચાલ )ઉ.28) ( રહે. જખૌ તા. અબડાસા, ) હેલી બેચરભાઈ પ્રજાપતિ (ઉ.વ.ર૦)( રહે. માધાપર તા. ભુજ) કીર્તીભાઈ ભગવાનભાઈ પરમાર( ઉ.વ.૪ર)( રહે. સીંહી તા. ઊંજા જિલ્લા મહેસાણાને)  ગંભીર પ્રકારની ઈજાઓ થતા ભુજની જી.કે.માં લવાયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ ઈલાબેન દિપકભાઈ પરીખ( ઉ.વ.૬ર) ને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દીધા હતા. શહેર બી ડિવીઝન પોલીસે દિપકભાઈ ચંદુલાલ પરીખની ફરિયાદ પરથી એસટી ચાલક સામ ગુનો નોંધી પીએસઆઈ બીપી પાતાણીએ તપાસ હાથ ધરી હતી.

(7:54 pm IST)