Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

'નરસિંહ મહેતાની કવિતામાં આધ્યત્મિકતા' જવાહર બક્ષી લિખિત પુસ્તકનુ લંડનમાં લોકાર્પણ

જૂનાગઢ તા.૯: રૂપાયતન-જૂનાગઢ દ્વારા પ્રકાશિત અને જવાહર બક્ષી લિખિત મહાનિબંધ 'નરસિંહ મહેતાની કવિતામા આધ્યાત્મિકતા' પુસ્તકનુ વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે લંડન ખાતે  ગુજરાતી સાહિત્ય અકાદમી યુ.કે.ના ઉપક્રમે લોકાર્પણ કરાયેલ .

રૂપાયતન-જૂનાગઢ દ્વારા પ્રકાશિત આ પુસ્તક લોકાર્પણ પ્રસંગે અનેક દાયકાથી કાર્યરત યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમી સંસ્થાના સર્વશ્રી વિપુલ કલ્યાણી, ભદ્રાબેન વડગામા, પંચમ શુકલા તથા પ્રવિણ શાહ દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ હતું. જેમા અકાદમીના સભ્યો તથા સાહિત્ય રસિક શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

છેલ્લા પચ્ચીસ વર્ષથી જવાહર બક્ષી વિદેશયાત્રા કરી વિદેશમાં વસતા ગુજરાતી સાહિત્ય રસિકોને નરસિંહ મહેતાની અવધૂત ચેતના, ઋષિવાણી, વેદાંત, યોગ, ભકિત તથા શ્રૃંગારના પદોનુ આધ્યત્મિક રહસ્ય પ્રગટ કરી સરસલ્હાણ કરાવી હતી. આ પુસ્તકનુ વિમોચન પૂ.મોરારિબાપુના વરદ્ હસ્તે થઇ ચુકયુ છે.

(3:39 pm IST)