Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમરેલી જીલ્લામાં ધાનાણીનાં ગઢમાં ગાબડુ : બગસરા પાલિકામાં ૪ બેઠકમાં ભાજપ વિજેતા

પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં માત્ર એક બેઠક કોંગ્રેસના ફાળે

બગસરા તા. ૯: અમરેલી જીલ્લામાં કોંગ્રેસના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના ગઢમાં ગાબડું પડયું છે અને બગસરા પાલિકાની પેટા ચુંટણીમાં ૪ બેઠકમાં ભાજપનો વિજય થયો છે જયારે ૧ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.

આજે જાહેર થયેલ પરિણામમાં વોર્ડ નં. ર માં ભાજપના હંસાબેન રમણીકભાઇ માલવીયા, વોર્ડ નં. ૩ માં ભાજપના આશાબેન રાજેશભાઇ દેસાણી, વિલાસબેન ચતુરભાઇ પાડદળ, વોર્ડ નં. ૪ માં કોંગ્રેસના જયસુખભાઇ છગનભાઇ મેર અને વોર્ડ નં. ૭ મા શિલ્પાબેન વૃજલાલભાઇ સોનગ્રા વિજેતા જાહેર થયા છે.

(1:50 pm IST)