Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જામનગરમાં દારૂની ૧૯૮ બોટલ સાથે ધવલ જાદવ ઝડપાયો

જામનગર તા. ૯ : જીલ્લાના પોલીસ વડા શરદ સિંધલના માર્ગદર્શન અને એલ.સી.બી. પો.ઇન્સ. આર.એ.ડોડીયાનાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતા.

એલ.સી.બી.સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, પ્રતાપભાઇ ખાચર તથા હરપાલસિંહ સોઢાને હકિકત મળેલ કે હર્ષદમીલની ચાલી પાછળ, પટેલનગર શેરી નંબર૧ માં શીવદર્શન રેસીડેન્સીમાં બ્લોક નંબર-ડી-૪ રમેશભાઇ ઉર્ફે મારૂતી મંગળદાસ હરવરા ભાડે રાખી તેમ)ં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી હકિકત આધારે રેઇડ કરતા મકાનમાંથી આરોપી ધવલ દિપકભાઇ જાદવ રહે. દિ.પ્લોટ-પ૮ બાળકોના સ્મશાન પાસે જામનગર વાળાના કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૯૮ કિ.રૂ. ૭૯,ર૦૦ તથા એકસેસ મો.સા.જી.જે.૧૦ સીઆર ૪૧ર૯ કિ. રૂ.૩૦,૦૦૦ મળી કુલ રૂ. ૧.૦૯,ર૦૦ નો મુદામાલ કબ્જે કરી એ.એસ.આઇ. સંજયસિંહવાળાની ફરીયાદ આધારે પો.સ.ઇ.કે.કે.ગોહીલએ આરોપીની ધરપકડ કરી પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રેઇડ દરમ્યાન આરોપી રમેશભાઇ ઉર્ફે મારૂતી મંગળદાસ હરવરા રહે છે. દિ.પ્લોટ-પ૮, જામનગર વાળો નાશી જતા ફરાર જાહેર કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ આર. એ. ડોડીયાની સુચનાથી પો.સ.ઇ.કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા તથા એલ.ીસ.બી.સ્ટાફના જયુભા ઝાલા સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, સુરેશભાઇ માલકીયા, લમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:41 pm IST)