Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વિસાવદર પોલીસે છેલ્લા ૬ મહિનાથી વોન્ટેડ બે આરોપીઓને ઝડપ્યા

જૂનાગઢ, તા.૯: જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  સૌરભસિંઘ દ્વારા તાજેતરમાં યોજાનાર કોર્પોરેશનની ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાર્યં તે માટે વાહન ચેકીંગ, હથિયારધારાના કેસો, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, પરવાના વાળા હથિયાર જમા કરાવવા વિગેરે સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓ કરવામાં આવેલ છે..((

ગઈ તા. ૩૧ ડીસેમ્બરના રોજ વિસાવદર પોલીસ દ્વારા નાઈટ રાઉન્ડ દરમિયાન વિસાવદર તાલુકાના પીરવાડ ગામની સીમમાંથી આરોપી કેતનભાઈ બાબુભાઇ ગોંડલીયા રહે. પીરવડ તા. વિસાવદર જી. જુનાગઢને આશરે ૪૫૦ પેટી જેટલો મોટી માત્રામાં લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવેલ હતો. આ ગુન્હાની તપાસ દરમિયાન આરોપી પ્રકાશ ગુહાભાઈ કાઠી ને પણ ભેસાણ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ હતો. આ આરોપીઓની પૂછપરછમાં આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ આરોપીઓ હનીફ ઇસ્માઇલભાઈ સહમદાર રહે. બગસરા અને ભરત ભીખુભાઇ શેખવા કાઠી રહે. ઉમરાળી તા. ભેસાણ એ પહોંચાડેલાની કબૂલાત કરવામાં આવતા, આરોપીઓ હનીફ ઇસ્માઇલભાઈ સહમદાર રહે. બગસરા અને ભરત ભીખુભાઇ શેખવા કાઠી રહે. ઉમરાળી તા. ભેસાણ વોન્ટેડ થઈ ગયેલ હતા.

 જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હઠેળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.કે.ઝાલા, પો.સ.ઇ. એચ.વી.રાઠોડ, પો.સ.ઇ. એસ.કે.માલમ, હે.કો. જે.પી.મેંતા, મેણશીભાઈ, જયેંદ્રભાઇ, પો.કો. રણવીરસિંહ, નિલેશભાઈ, પુનાભાઈ સહિતના માણસોની ટીમ દ્વારા આરોપી હનીફ ઇસ્માઇલનો રાજકોટ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી, ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ કરવામાં આવતા, આરોપી હનીફ ઇસ્માઇલે આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અમદાવાદના બુટલેગર મોહિત પાઠક પાસેથી મંગાવ્યાની કબૂલાત કરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  સૌરભસિંઘની સૂચના આધારે જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હઠેળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.કે.ઝાલા, પો.સ.ઇ. એચ.વી.રાઠોડ, પો.સ.ઇ. એસ.કે.માલમ, હે.કો. જે.પી.મેંતા, મેણશીભાઈ, જયેંદ્રભાઇ, પો.કો. રણવીરસિંહ, નિલેશભાઈ, પુનાભાઈ સહિતના માણસોની ટીમ દ્વારા એક ટીમને અમદાવાદ ખાતે મોકલી આપતા મળેલ બાતમી આધારે આરોપી મોહિત જયોતિન્દ્રભાઈ પાઠક (ઉ.વ.૪૧) રહે. બોપલ, અમદાવાદને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી, આ ગુન્હામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ..? પકડાયેલ આરોપી અન્ય જગ્યાએ વોન્ટેડ છે કે કેમ ? એ બાબતે પુછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા તજવીજ કરવામાં આવેલ છે.

(1:39 pm IST)