Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત જૂનાગઢમાં ખેડુતો આઇખેડુતો પોર્ટલ પર ફોર્મ ભરી શકશે

જૂનાગઢ તા. ૯ : જૂનાગઢ જિલ્લાના ખેડૂત ખાતેદારો પ્રધાનમંત્રી  ફસલ બીમા યોજના અંતર્ગત આગામી ખરીફ  ૨૦૧૯-૨૦૨૦ ઋુતુના નોટીફાઇડ થયેલા પાકો માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે. વર્ષ ૨૦૧૬ થી ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અમલીકરણ  કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ આગામી ખરીફ ૨૦૧૯-૨૦૨૦ ઋુતુના નોટીફાઇડ થયેલા પાકો જેવા કે મગફળી, પિયત , કપાસ , અળદ, માટે લાભ લેવા માંગતા ખેડૂતો ખાતેદારો આઇ ખેડૂત પોર્ટલ પર તા. ૧૫ જુલાઇ ૨૦૧૯ સુધી ફોર્મ ભરી શકશે. આ દરમિયાન ખરીફ ૨૦૧૯ ઋુતુ પાકોની ઓનલાઇન અરજી કર્યા બાદ કામકાજના ૨ દિવસો દરમિયાન તેની કોમ્પ્યુટર જનરેટેડ પ્રીન્ટેડ નકલ સંબધીત  ધીરાણ આપનારી સંસ્થા / બેંકોમાં આપી પ્રીમીયમ રકમ ભરી આ યોજનામાં જોડાઇ શકશે.

(1:37 pm IST)