Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વિરપુર પોલીસે ગૂમ થયેલ માનસીક વિકલાંગ યુવતીને શોધી કાઢી પરિવારજનોને સોંપી

તસ્‍વીરમાં માનસીક વિકલાંગ યુવતી અને પરિવારજનો સાથે વિરપુરનો પોલીસ સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ, તા., ૯: વિરપુર પોલીસે ગૂમ થયેલ વાળા ડુંગળા ગામની માનસીક વિકલાંગ યુવતીને ગણત્રીના કલાકોમાં શોધી કાઢેી પરીવારજનો સાથે મિલન કરાવ્‍યું હતું.

વીરપુર ગુમસુધા માનસીક વિકલાંગ યુવતીનું તેમના પરિવાર સાથે ગણતરીની જ કલાકોમાં મિલન કરાવતીᅠ વીરપુર જલારામ પોલીસ  વીરપુર જલરામધામ પોલીસ સ્‍ટેશનના તાબાના વાળાડુંગળા ગામે રહેતા વિનુભાઈ ઉકાભાઈ ભડેલીયાએ વીરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગઈ કાલે પોતાની દીકરી દક્ષા ઉ.વ.૨૨ કે જે માનસીક વિકલાંગ છે તેઓ પોતાના ઘરેથી કઈ કીધા વગર જ જતી રહી હતી જે અનુસંધાને રાજકોટ  એસ.પી  બલરામ મીણાની  તેમજ જેતપુર તાલુકા ડી.વાય.એસ.પીᅠ  જે.એમ.ભરવાડના માર્ગદર્શન મુજબ વીરપુર પોલીસના  પી.એસ.આઈ. આર.એલ.ગોયલ તેમજ HC મનેશભાઈ પરમાર ,HC ભોળાભાઈ ગોહેલ ,PC મનોજભાઈ ડાભી તથા PC જયેશકુમાર ચાવડા ,PC પરેશભાઈ સિંધવ ,PC પરાક્રમસિંહ ચુડાસમા તેમજ WPC રામુબેન પરમાર  દ્વારા તપાસ કરાઇ હતી અને વીરપુર પોલીસે ગણતરીની જ કલાકોમાં ગુમસુધા યુવતી દક્ષાબેનને વીરપુર થી ચરખડી જવાના જુના માર્ગેથી શોધી કાઢી તેમના માતા-પિતા તેમજ પરિવારજનો સાથે હેમખેમ મિલન કરાવ્‍યું હતું.

 માનસીક વિકલાંગ યુવતીને તેમના પરિવાર સાથે મિલન કરાવનાર વીરપુર પોલીસનો યુવતીના માતા પિતાએ તેમજ લોકોએ આભાર માન્‍યો હતો.

 

 

 

(1:46 pm IST)