Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મોરબી યુવતી પરના દુષ્‍કર્મમાં પકડાયેલ સલીમ મિંયાણા ૧ દિ'ના રીમાન્‍ડ પર

પકડાયેલ સલીમ સામે મર્ડર સહિતના ૧૦ ગુન્‍હાઓ નોંધાયા છે

મોરબી, તા.૯: મોરબીની રહેવાસી યુવતીને કામમાં લઇ જવાના બહાને માળીયાના રેહવાસી શખ્‍શે ગાડીમાં બહાનાથી બેસાડી બાદમાં છરી બતાવી તેની મરજી વિરુદ્ધ દુષ્‍કર્મ આચર્યું હોવાની યુવતીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદને પગલે તાલુકા પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્‍યું છે.

મળતી વિગત મુજબ મોરબીમાં રહેતી  યુવતીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સલીમ મિયાણા રહે માળિયા વાળો શખ્‍શ તેને કામના બહાને લઇ ગયો હતો અને મોરબીના જુના બસ સ્‍ટેન્‍ડથી તેને ગાડીમાં લઇ ગયો હતો. બાદમાં ગુંગણ ગામ જવાના રસ્‍તે ગાડી લઈને ત્‍યાં યુવતીની મરજી વિરુદ્ધ શરીર સુખ માણીને તેની સાથે દુષ્‍કર્મ આચર્યું હતું દુષ્‍કર્મ આચર્યા બાદ ફરીથી છરી બતાવી ધમકી આપી હતી. જે બનાવને  પગલે તાલુકા પોલીસે દુષ્‍કર્મ અંગે ગુન્‍હો નોંધી વધુ તપાસ તાલુકા પી.એસ.આઈ એમ વી પટેલ ચલાવી રહ્યા હતા જેમાં આરોપી સલીમ મિંયાણા રહે માળિયાવાળા નાસ્‍તો ફરતો હતો જેને પોલીસ ઝડપી અને ગુનામાં ઉપયોગ થયેલ કાર, છરી સહિતના હથીયારો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દુષ્‍કર્મ કેસમાં ઝડપાયેલ આરોપી વિશાલા હોટલ પાસે ટાયર પંચરની દુકાન ચલાવે છે અને આરોપી રીઢો ગુનેગાર હોય જેની સામે ભુજમાં હત્‍યા, સુરેન્‍દ્રનગરમાં હત્‍યાનો પ્રયાસ અને મોરબી જીલ્લામાં ૧૦ જેટલા ગુન્‍હાઓ નોંધાયેલા છે ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરતા એક દિવસના પોલીસ રીમાન્‍ડ પર સોંપવામાં આવ્‍યો છે.

(1:29 pm IST)