Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

તળાજા કોંગ્રેસ નગરસેવકનું પક્ષમાંથી રાજીનામુ

પોલીસે મારેલ મારની બાબતે વેદના સાંભળવામાં ન આવીઃ સુનિલ ચૌહાણ

ભાવનગરઃ તા.૯, તળાજા કોંગ્રેસના નગરસેવકે રાત્રે પોતે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપતો હોવાનો પત્ર મીડિયા સુધી પહોંચાડયો હતો. પોતાને પોલીસે મારેલ માર ને લઈ સંગઠન કે ચૂંટાયેલા હોદેદારો કોઈ મદદ કરવા આવ્યો નહોય પક્ષમાંથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો હતો.

 તાજેતર અને ભૂતકાળ માં વર્તમાન પાલિકાના કોંગ્રેસના નગરસેવકો વચ્ચે સંકલન ન હોય તેવું સામાન્ય સભામાં જોવા મળયુ. ઓછામાં પૂરું વિપક્ષ નેતાની જવાબદારી જેમના શિરે હતી તે મુસ્તકભાઈ મેમન સુરત સ્થાયી થયા છે.તેઓ ગત સામાન્ય સભામાં પણ હાજરી આપી શકયા નહતા. અન્ય કેટલાક નગરસેવક કોંગ્રેસ આગેવાનો ભાજપમાં ભળવામાટે અને પૂર્વ સંગઠન પ્રમુખ પાસે ઈચ્છા દર્શાવી હોવાની વાત છે.ત્યારે આજે વોર્ડ નંબર ૩ ના નગરસેવક સુનિલ ચૌહાણ એ કોંગ્રેસ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપું છું તેવો પત્ર મીડિયા ને પહોંચાડયો હતો.

શુકામ રાજીનામું તેવા સવાલ માં તેમણે જણાવ્યું હતુંકે તાજેતરમાં પોલીસ કર્મીએ મારેલ લાફાની ઘટના છતાંય પક્ષના આગેવાન કે ચૂંટાયેલા કોઈપણ સ્થાનિક જિલ્લા ના આગેવાન કોઈ મદદ ની અપેક્ષા બાબતે પૂછવા આવ્યા નહોય પક્ષમાંથી રાજીનામુ ધરીદીધાનું કહયુ . જોકે તેમણે ઉમેર્યું કે પક્ષ ના લોકો મારી વેદના ને વાચા આપેતો મનેપક્ષ સાથે બીજો કોઈ વાંધો નથી.

 નગરસેવક તરીકે વફાદાર ન હોવાની છાપ નડી ગઈ ?

 તાજેતર ની સામાન્ય સભામાં નાગરિક બેંક વાળા મુદ્દે વિરોધ નોંધાવનાર સોયબખાન પઠાણ સાથે સુનિલ ચૌહાણ એ આગલી ઉંચી કરી હતી.પણ સભા પૂર્ણ થયા બાદ મારે વિરોધ નથી નોંધાવો .કહો તો લેટર પેડ પર લખીને આપી દવ તે વાત ને લઈ સુનિલ ચૌહાણ વફાદાર ન હોવાની છાપ કોંગ્રેસ ના સાથી સભ્યમાં સાંભળવા મળી.બાદ માં પોલીસ સાથે થયેલ ઘર્ષણ સમયે લગભગ કોઈજ સાથી નગરસેવક હોસ્પિટલ ખાતે જોવા મળ્યા નહતા.

(12:09 pm IST)