Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જામનગરમાં RTE અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧માં પ્રવેશ અપાશે

જામનગર તા.૯: બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો-૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને ૨૫ ટકા મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં જુન-૨૦૧૯થી વિના મુલ્યે પ્રવેશ આપવા અંગે પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી તેવા બાળકોને ત્રીજા રાઉન્ડની કાર્યવાહી પહેલા જે વાલીઓ પોતાની શાળા પસંદગી બદલવા માંગતા હોય તેવા વાલીઓએ તા.૦૮ જુલાઈ ૨૦૧૯થી તા.૧૦ જુલાઈ ૨૦૧૯ સુધીમાં આર.ટી.ઈ. વેબપોર્ટલ https://rte.orpgujarat.com પર જઈ શાળાની પુનૅંપસંદગી મેનુ પર કિલક કરી, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગીન કરી પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે.

ત્રીજો રાઉન્ડ તા.૧૧ જુલાઈના ગુરૂવારના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવશે. ત્રીજા રાઉન્ડમાં જે બાળકોને પ્રવેશ ફાળવવામાં આવશે તેવા બાળકોને એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

(12:07 pm IST)