Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પોરબંદરના બરડા અને ઘેડ પંથકના ૪ વિદ્યાર્થીઓ જી.પી.એસ.સી. કલાસ ૧-ર પરીક્ષામાં ઉતીર્ણ

ડેપ્યુટી કલેકટર, મામલતદાર અને ટી.ડી.ઓ. પદે પસંદગી : મેર સમાજનું ગોૈરવ

પોરબંદર તા ૯   :  બરડા અને ઘેડ પંથકના મેર સમાજના ૪ વિદ્યાર્થીઓ જી.પી.એસ.સી. કલાસ ૧-ર પરીક્ષામાં ઉતીર્ણ થતાં કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા સહિતે અભિનંદન પાઠવ્યા છે.ગુજરાત પબ્લીક કમીશન દ્વારા લેવાયેલ વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓની પરીક્ષામાં ઉતીર્ણ થઇ પોરબંદરના બરડા અને ઘેડ પંથકના ૪ તેજસ્વી તારલાઓ ડેપ્યુટી કલેકટર તરીકે, મામલતદાર તરીકે પસંદ થતા સમસ્ત મેર સમાજને અને પોરબંદર પંથકને ગોૈરવ અપાવ્યું છે. કુમારી ભૂમિબેન ભીમાભાઇ કેશવાલા અને સંજય કેશવાલા ડેપ્યુટી કલેકટર તરીકે પસંદગી પામ્યા છે. બન્ને તારલાઓ સમસ્ત મેર સમાજમાં પહેલા ડેપ્યુટી કલેકટર  તરીકે પ્રથમ વખત પસંદગી પામતા  તેમજ પ્રિતીબેન કેશુભાઇ મોઢવાડીયા મામલતદાર તરીકે પસંદગી પામ્યા છે. મેર સમાજમાં મામલતદાર તરીકે પસંદગી પામનાર બીજી વ્યકિત છે. અગાઉ મામલતદારના હોદ ઉપર સંજય રામદેવભાઇ ઓડેદરા પસંદગી પામ્યા હતા, પણ તેઓએ નોકરી જોઇન  કરી ન હતી. અજીતભાઇ વાઢેર તાલુકા વિકાસ અધિકારી તરીકે પસંદગી પામ્યા છે. ચારેય અધિકારીઓ ટુંક સમયમાં પોતાના હોદાઓ સંભાળી લેશે.મોાઢવાડા  કેળવણી મંડળ અને ચેલેન્જ સીવીલ સર્વિસ એકેડમીના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયાએ પોરબંદર જીલ્લાના યુવાનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પરીક્ષા પાસ કરનારા તમામ અધિકારીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. પોતાની સતત મહેનત અને ધગશને કારણે ઉચ્ચ હોદા ઉપર પસંદગી પામ્યા છે. તેઓમાંથી પ્રેરણા લઇને આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લગનથી મહેનત કરીને સફળતા હાંસલ કરી  શુભેચ્છા પાઠવી હતી.

(12:07 pm IST)