Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મોરબી વણકરવાસમાં ઉભરાતી ગટર

મોરબી : નગરપાલિકા તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે પાલિકામાં શાસન ગમે તે પક્ષનું હોય પરંતુ નાગરિકોના નસીબમાં ગંદકી, તૂટેલા રોડ અને પાણીની સમસ્યા જ લખેલી હોય તેવું લાગી રહ્યું છે તેનું જીવંત ઉદાહરણ વણકરવાસમાં જોવા મળ્યું છે જયાં ઉભરાતી ગટર અને ગંદકીથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે

 જેઈલ રોડ પરના વણકરવાસ વિસ્તારમાં ઉભરાતી ગટરથી લત્ત્।ાવાસીઓ ત્રાહિમામ છે વિસ્તારમાં ઉકરડાઓની ભરમાર જોવા મળી રહી છે તો ઉભરાતી ગટરને પગલે વાહનચાલકો કે રાહદારીઓ પસાર ના થઇ સકે તેટલી દુર્ગંધ જોવા મળે છે જેથી લત્ત્।ાવાસીઓને આવા ત્રાસમાં અહી રહેવાની ફરજ પડે છે લત્ત્।ાવાસીઓના જણાવ્યા અનુસાર અગાઉ પણ પાલિકાને ઉભરાતી ગટર અને ગંદકી મામલે રજૂઆત કરી છે પરંતુ પાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી અને ઉભરાતી ગટરથી લત્ત્।ાવાસીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. ઉભરાતી ગટર અને કચરાની તસ્વીરો

(12:04 pm IST)