Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રાષ્ટ્રીય પક્ષીના શિકારીઓને જેલમાં ધકેલતી તળાજા કોર્ટઃ વધુ શિકારીઓના નામો ખુલ્યા

વન વિભાગે હાલ ઢેલને ઈંડા મુકવાનો સમય હોય જામીન ન આપવા વિનંતી કરી હતી

ભાવનગર, તા.૯: વન વિભાગની ટીમે ત્રાપજ નજીક અવાવરું જગ્યામાંથી મોરનો શિકાર કરતા બે શિકારીઓને ઝબ્બે કર્યા હતા. તળાજા નામદાર કોર્ટે બંનેને બે દિવસના રીમાંડ આપેલ. આજે બન્ને આરીપીઓને કોર્ટ એ જિલ્લા જેલમાં મોકલી આપવાનો હુકમ કરેલ હતો.

તળાજા વિસ્તારમાં નીલગાય, સસલા, તેતર, મોર સહિતના પશુ પક્ષીઓના શિકાર થઈ રહ્યા છે. જેમાં તળાજા વન વિભાગ દ્વારા બે દિવસ પહેલા ત્રાપજ બંગલા પાસેથી રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર હિંમત લાલજી પરમાર રે.બેલા. વીનું હરજી પરમાર રે. સખડાસરને પકડી તપાસ ના કામે તળાજા કોર્ટમાં રજૂ કરી રીમાંડની માગ કરતા બે દિવસના રીમાંડ આપેલ હતા.

આજે આર.એફ.ઓ એમ.કે . વાઘેલા એ જણાવ્યું હતુંકે ઝડપાયેલા આરોપીઓ એ રીમાંડ દરમિયાન અન્ય પાંચ જેટલા મોરનો શિકાર કરતા ઈસમોના નામ આપ્યા છે. તેને ઝબ્બે કરવામાં આવશે. બન્ને આરોપીને રીમાંડ પુરા થતા કોર્ટ માં રજૂ કરવામાં આવેલ હતા. વન વિભાગે કોર્ટ ને વિનંતી કરીં હતી કે હાલ ઢેલ ને ઈંડા મુકવાનો સમય છે. બન્ને શિકારીઓ સ્થાનિક અને મોરના રહેઠાણની વિગતો જાણે છે. બહાર નીકળી ને ફરી શિકાર કરે તેવી શકયતા છે.ઙ્ગ એ ઉપરાંત અન્ય શિકારીઓ પણ ભાગી જઈ શકે તેમ છે. એ ઉપરાંત મોર શેડયૂઅલ ૧ નું પક્ષી હોય જો જામીન પર છૂટી જશે તો અન્ય શિકારીઓને પ્રેરણા મળશે. જેને લઈ તળાજા નામદાર કોર્ટ એ બન્ને શિકારી ઓને જિલ્લા જેલમાં મોકલી દેવાની હુકમ કરેલ હતો.

વન વિભાગ એ શિકારીઓને આજે કોર્ટમાં રજુ કર્યા હોય શિકારીઓ પક્ષે તળાજા બાર.એસો.ના વકીલોએ વકીલાત નામું મુકયુ નહતું. આ બાબતે વકીલ હાર્દિકભાઈ ઓઝા એ જણાવ્યું હતું કે કોઈપણ પશુ પક્ષીનો શિકાર કરે ને તે બાબતની કેસ આવે તો તેનો કેસ લેવો નહિ તેવો નિર્ણય કરેલ છે.જે એક વાઈલ્ડ લાઈફ પ્રત્યેની લાગણી અને શિકારીઓ માટે ચેતવણી રૂપ બાબત કહી શકાય.

(11:59 am IST)