Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

લોધીકા તાલુકા ભાજપની સહ સંગઠન બેઠક સંપન્ન

ખીરસરા તા ૯ : લોધીકા તાલુકા ભાજપ દ્વારા મંડળ સહ સંગઠન પર્વ બેઠક ૨૦૧૯ નું આયોજન કરવામાં આવેલ.

લોધીકા તાલુકામાં ભાજપ કાર્યકરોની સહ સંગઠન બેઠક જીલ્લા સંગઠન પર્વના ઇનચાર્જ દિલીપભાઇ ગાંધી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ઙિકે. સખીયા, ભાજપના જીલ્લા પ્રભારી પ્રકાશભાઇ સોની, જીલ્લા પર્વ સહ ઇન્ચાર્જ નાગદાનભાઇ ચાવડા, મીનાક્ષીબેન સોજીત્રા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રા.લો.સં. વા. ચેરમેન મનસુખભાઇ સરધારા, લાખાભાઇ ચોવટીયા, તાલુકા સહ ઇન્ચાર્જ મોહનભાઇ ખુંટ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઇ મોરડ, રાહુલકુમાર જાડેજા, મોહનભાઇ દાફડા, દિગુભા જાડેજા તેમજ લોધીકા તાલુકાના તમામ ભાજપ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, જેમાં ભાજપ સભ્ય ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા બાબતે ચર્ચા કરી હતી, તેમજ એક મોબાઇલમાં ફકત ચાર સભ્યોનું રજીસ્ટ્રેશન થશે, તેનાથી વધારે એક મોબાઇલમાં નહી થઇ શકે તેમ જણાવેલ હતું.

(11:57 am IST)