Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પ્રેમિકાના માતા-પિતાના ત્રાસથી કાથરોટાના યુવાનની આત્મહત્યા

મૃતકના ભાઇની ફરીયાદના પગલે તપાસ

જુનાગઢ, તા. ૯ : પ્રેમિકાના માતા-પિતાના ત્રાસથી જુનાગઢના કાથરોટાના યુવાને આત્મહત્યા કર્યાની મૃતકના ભાઇએ પોલીસ ફરીયાદ કરતા ચકચાર મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢ તાલુકાના કાથરોટા ગામના હિતેષ મોહનભાઇ દેગડાનું ગત તા. ૧૩ જૂનના રોજ ચોકી ગામની સીમમાં ઝેરી દવા પીવાથી મૃત્યુ થયું હતું.

જેમાં મૃતક યુવકના ભાઇ પ્રકાશ દેગડાએ કાથરોટાના પ્રભાબેન અને તેના પતિ માધાભાઇ ચૌહાણ સામે પોલીસ ફરીયાદ કરી છે.

ફરીયાદમા જણાવ્યા મુજબ મરનાર હિતેષને માધાભાઇની દિકરી આરતી સાથે પ્રેમ સબંધ હતો, પરંતુ યુવતિના માતા-પિતા હિતેષને લગ્નની લાલચ આપી અવાર નવાર તેની પાસે પૈસાની માંગણી કરતા હતા.

તેમજ પ્રેમિકાના માતા-પિતાએ ત્રાસ આપી મરી જવા મજબુર કરતા હિતેષ દેગડાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હોવાની ફરીયાદના આધારે પીએસઆઇ જે.પી. ગોંસાઇએ તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)