Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વાવણી ઉપર હવે વરસાદની જરૂરીયાતઃ પાક નિષ્ફળની ભિતી

'વાયુ' વાવાઝોડા બાદ વરસાદે લાં..બો વિરામ લઇ લેતા ખેડૂતોમાં ભારે ચિંતાઃ ધુપ-છાંવ સાથે બફારો

રાજકોટ તા. ૯ :.. 'વાયુ' વાવાઝોડુ ફુંકાયા બાદ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસતા વાવણી કરવામાં આવી હતી. પરંતુ  વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે. અને મેઘરાજા મહેર કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

વાવણી બાદ વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે અને જો વરસાદ ન વરસે તો પાક નિષ્ફળ જવાની ભિતી છે.

મેઘરાજાને મનાવવા માટે રામધુન, કિર્તન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે  મેઘમહેર થાય તેવી આશા લોકો રાખી રહ્યા છે.

હાલમાં ધુપ-છાંવ સાથે અસહ્ય બફારા સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

જામનગરઃ શહેરનું આજનું હવામાન ૩૬ મહત્તમ ર૮.૬ લઘુતમ ૭૭ ટકા વાતાવરણમં ભેજનું પ્રમાણ ૧પ.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:51 am IST)