Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હળવદની આશા વર્કર બહેનો દ્વારા વેતન વધારાની માંગ સાથે આવેદનપત્ર

હળવદ, તા.૯: તાલુકાની આશા વર્કર બહેનોએ વેતન વધારાના મુદે રેલી કાઢી તાલુકા હેલ્થ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં આશા વર્કકર બહેનો હાજર રહી વિરોધ દર્શાવ્યો હતો. તો સાથે ર૦૦૮થી આરોગ્ય ખાતા સાથે જોડાયેલ આશા બહેનોને માત્ર ર૦૦૦ જેટલો વેતન મળતા આવેદન આપી પગાર વધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હળવદ તાલુકાની આશા વર્કર બહેનોએ પગાર વધારાની માંગ સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. આ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ તાલુકાના માથક, ટીકર, મયુરનગર, જુના દેવળીયા, સાપકડા, રણમલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા તાલુકાની આશા બહેનોને ર૦૦૦ રૂ. જેટલો વેતન મળે છે ઉપરાંત અમને વિતરણ પુરૂ મળતું નથી. આથી અમને કાયમી કરવામાં આવે અને અમારૃં વેતન વધારવામાં આવે એવી માંગ આરોગ્ય મંત્રી શ્રી કાનાણી સમક્ષ કરવામાં આવી છે. તો સાથે જ જણાવ્યું હતું કે, અમારૂ વેતન વધારાના મુદે કોઈપણ પગલા લેવામાં નહીં આવે તો તમામ આશા બહેનો હડતાલ કરવા મજબુર બનશે અને તમામ આશા બહેનો પગપાળા ચાલીને ગાંધીનગરમાં હલ્લાબોલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં જણાવ્યું હતું કે, જો અહીં સુધી વેતન મુદે કોઈ નિવેડો નહીં આવે તો જરૂર પડયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફેકસ કરી જાણ પણ કરવામાં આવશે.

(11:49 am IST)