Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પોરબંદર જિલ્લા યુવા ભાજપ મંત્રી સહિત ર વ્‍યકિતઓ દારૂની ૧ર બોટલો સાથે ઝડપાયા

પોરબંદર, તા. ૯: છાંયા મારૂતીનગરમાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડીને જિલ્લા યુવા ભાજપના મંત્રી જય રામદેભાઇ મોઢવાડિયા તથા સમીરસિંહ કિશોરસિંહ ચુડાસમા બન્નેને ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧ર કિ. ૩૬૦૦ સાથે પકડી પાડેલ છે.

પોલીસે મળેલી બાતમીના આધારે દારૂ દરોડા પાડયો હતો બન્ને આરોપી સામે કોન્‍સ્‍ટેબલ ઉદેયભાઇ વરૂએ પોલીસ ફરીયાદ નોંધાવતા કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાયો છે.

(11:25 am IST)