Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જુનાગઢના ૭૯ વર્ષના ભાનુમતિબેન પટેલને ૩ ગોલ્‍ડ મેડલ

ગોવામાં યોજાએલ મહિલા માસ્‍ટર્સ એથ્‍લેટીક-ચેમ્‍પિયનશીપમાં ગુજરાતને ૨૫ મેડલઃ વિજેતા સ્‍પર્ધકો ડિસેમ્‍બરમાં મલેશિયા રમવા જશે

જુનાગઢ તા.૯: જુન મહિનામા ગોવા ખાતે પ્રથમ વખત જ આયોજન થયેલ ઓલ ઇન્‍ડીયા નેશનલ વુમેન્‍સ માસ્‍ટર્સ એથ્‍લેટીકસ ચેમ્‍પીયનશીપમાં ભારતના ૨૧ રાજ્‍યોના કુલ ૭૨૦ મહિલા રમત-વિરાંગનાઓએ પોતાની ઇવેન્‍ટમાં સુંદર દેખાવ કરેલ હતો. આ પ્રથમ વખત જ યોજાતી મહિલા ચેમ્‍પીયનશીપના ઉદ્દઘાટન પ્રસંગે ગોવાના આદરણીય રાજયપાલ માનશ્રી. મીરાદુલા સિન્‍હા મુખ્‍ય અતિથિ તરીકે ખાસ હાજરી આપી હતી. તેઓના પ્રેરક ઉદબોધનમાં કહેલ કે આવા યોજાતા મહિલા રમતોત્‍સવમાં રાષ્‍ટ્રમાં ઘરેલુ ઘરોમાં કામ કરતી મહિલાઓને પણ ખાસ પ્રોત્‍સાહિત કરી તેઓને આગળ કરીને આ રમતોત્‍સવમાં જોડવી જોઇએ. ગોવા ખાતે પ્રથમ વખત જ યોજાતા આ મહિલા રમતોત્‍સવમાં બહોળી સંખ્‍યામાં ભાગ લેવા માટે બહેનોને ખાસ બિરદાવેલ હતા. આ કાર્યક્રમમાં ગોવાના ડેપ્‍યુટી ચીફ મીનીસ્‍ટર અને રમતગમત મંત્રી મનોહર આગમોનકરએ મહેમાન તરીકે હાજરી આપેલ હતી.

આ મહિલા એથ્‍લેટીક ચેમ્‍પીનશીપમાં મહારાષ્‍ટ્ર રાજયના કુલ ૧૩૫ મહિલા ખેલાડીઓ સાથે પ્રથમ તામીલનાડુ રાજયે ૯૦ મહિલા ખેલાડીઓ સાથે બીજા ક્રમે અને ગુજરાત રાજયે ૮૨ મહિલા ખેલાડીઓ સાથે ત્રીજા ક્રમે રહી બહોળી સંખ્‍યામાં ભાગ લીધો હતો. ઉત્‍સાહભેર ભાગ લઇ ૦૩ ગોલ્‍ડ, ૧૦ સિલવર અને ૧૨ બ્રોન્‍ઝ મેડલ સાથે કુલ ૨૫ મેડલો ભવ્‍ય સિધ્‍ધી પ્રાપ્ત કરી ગુજરાતનું નામ રોશન કરેલ હતું. આ તકે એસોસિએશનના પ્રમુખશ્રી વી એન.પાઠક, જનરલ સેક્રેટરીશ્રી આઇ.યુ.સીડા તથા ટીમ મેનેજરશ્રી વી.આર.પરમાર અને જોઇન્‍ટ સેક્રેટરીશ્રી જેડેરીયાએ રમત સમયે ખાસ હાજરી રહી મહિલા ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

આ ચેમ્‍પીયનશીપમાં જુનાગઢ શહેરના સિનિયર સિટીઝન મંડળ વતી ભાગ લેતા ૭૯ વર્ષના શ્રી ભાનુમતિબેન પટેલએ ૭૫ વર્ષના એઇજ ગ્રુપમાં ભાગ લઇ ૮૦૦મી દોડ ૧૫૦૦મી. તથા અને ૫ કિ.મીટર ચાલવાની સ્‍પર્ધા સાથે ત્રણેય સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે રહી ત્રણ ગોલ્‍ડ મેડલો મેળવીઆજના યુવાન ખેલાડીઓને શરમાવ્‍યા હતા. તેમજ કંચનબેન દેત્રોજાએ ૬૫ વર્ષના એઇજ ગ્રુપમાંભાગ લઇ ૪×૧૦૦ મી. રીલે રેસમાં સિલ્‍વર મેડલ, તથા વનિતાબેન ગોડલીયાએ ૫૦ એઇજ ગ્રુપમાં લાંબી કુદમાં બ્રોન્‍ઝ મેળવી જુનાગઢના ફાળે ત્રણ ગોલ્‍ડ, એક સિલ્‍વર અને એક બ્રોન્‍ઝ કુલ પાંચ મેડલો મેળવી જુનાગઢનો ડંકો વગાડેલ હતો.

આ તકે સિનિયર સિટીઝન મંડળ વતી બન્ને બહેનોએ ભાગ લેતા મંડળના પ્રમુખશ્રી જે.બી.માંકડ, ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી જે.એમ.ઝાલાવાડીયા, પ્રવિણભાઇ પોપટ તથા રશમીબેન વિઠલાણી, વજસીભાઇ સોલંકી તેમજ તમામ સભ્‍યશ્રીઓએ ભવ્‍ય સિધ્‍ધી બદલ અભિનંદન સાથે હવે પછી યોજાનારી મહિલા એશિયન એમ્‍પીયનશીપમાં પણ ભવ્‍ય સિધ્‍ધી મેળવવા શુભેચ્‍છાઓ પાઠવેલ હતી.

ગોવા ખાતે પ્રથમ વુમેન્‍સ નેશનલ માસ્‍ટર્સ એથેલીટીકસ ચેમ્‍પીયનશીપમા ગુજરાત ટીમે ૩ (ત્રણ) ગોલ્‍ડ,૧૦ (દસ) સિલવર અને ૧૨(બાર) બ્રોન્‍ઝ સાથે કુલ ૨૫ મેડલો મેળવી ભવ્‍ય સિધ્‍ધી પ્રાપ્ત કરેલ છે

વિજેતા સ્‍પર્ધકોની સિધ્‍ધી

ક્રમ

ખેલાડીનું નામ

એઇજ ગ્રુપ

ઇવેટર્સ

આંક

મેડલ

૧.

ભાનુમતિબેન પટેલ

૭પ +

૧પ૦૦ મી. દોડ

૧૩.૪૮. ર સેકન્‍ડ

ગોલ્‍ડ

ર.

ભાનુમતિબેન પટેલ

૭પ +

૮૦૦ મી. દોડ

૬.ર૪ ૭ સેકન્‍ડ

ગોલ્‍ડ

૩.

ભાનુમતિબેન પટેલ

૭પ +

પ કિ.મી. ચાલ સ્‍પર્ધા

પ૦.૧૬. ૯ સેકન્‍ડ

ગોલ્‍ડ

૪.

પ્રીતી ચાવડા

૪૦ +

૧પ૦૦ મી. દોડ

-- સેકન્‍ડ

સિલવર

પ.

જયશ્રીબેન પટેલ

પપ +

પ કિ.મી. ચાલ સ્‍પર્ધા

-- સેકન્‍ડ

સિલવર

૬.

હર્ષાબેન ચૌહાણ

પ૦ +

૮૦ મી. હર્ડલ્‍સ

ર૬.ર સેકન્‍ડ

સિલવર

૭.

નિર્મળાબેન માનસેતા

૬૦  +

૮૦ મી. હર્ડલ્‍સ

૩૯.૩ સેકન્‍ડ

સિલવર

૮.

લીનાબેન કાનાણી

૩પ +

ગોળા ફેંક

૮.૧પ મીટર

સિલવર

૯.

ક્રિષ્‍ના મસાણી

૩પ +

૧૦૦ મી. હર્ડલ્‍સ

ર૮.૧ સેકન્‍ડ

સિલવર

૧૦.

મોનિકા શાહ

૩પ +

જેવેલીન થ્રો

૧૬.૧૪ મીટર

સિલવર

૧૧.

કાજલ ત્રિવેદી

૪૦ +

ર૦૦ મીટર

૩પ.૮ સેકન્‍ડ

સિલવર

૧ર.

ગુજરાત ટીમ બહેનો

૪પ +

× ૧૦૦ મી. રીલે.

૧.૩૪.૭ સેકન્‍ડ

સિલવર

 

૧. મનીષા મહેતા

 

 

 

 

 

ર. પ્રવિણા રૂપડીયા

 

 

 

 

 

૩. અનિલા પદમાણી

 

 

 

 

 

૪. જયોત્‍સના ઘોડિયા

 

 

 

 

૧૩.

ગુજરાત ટીમ બહેનો

૬પ +

× ૧૦૦ મી.રીલે.

ર.૦૬. ૮ સેકન્‍ડ

સિલવર

 

૧. કમલાબેન પાટીદાર

 

 

 

 

 

ર. ઉષાબેન ગૌસ્‍વામી

 

 

 

 

 

૩. કંચનબેન દેત્રોજા

 

 

 

 

 

૪. ભાનુમતિબેન પટેલ

 

 

 

 

૧૪.

વનિતા ગોંડલીયા

 પ૦ +

લાંબી કુદ

ર.૯૭ મી.

બ્રોન્‍ઝ

૧પ.

ઝૂબેદાબેન શેખ

૭પ +

જેવેલીન થ્રો

.... મી.

બ્રોન્‍ઝ

૧૬.

રજીયાબેન શેખ

૬૦ +

જેવેલીન થ્રો

.... મી.

બ્રોન્‍ઝ

૧૭.

લીનાબેન કાનાણી

૩પ +

ટ્રીપલ જમ્‍પ

૭.ર૦ મી.

બ્રોન્‍ઝ

૧૮.

લીનાબેન કાનાણી

૩પ +

ચક્ર ફેંક

ર૦.૩ર મી.

બ્રોન્‍ઝ

૧૯.

ભારતીબેન સી.રાઠોડ

૬૦  +

ટ્રીપલ જમ્‍પ

૩.૭૧ મી.

બ્રોન્‍ઝ

ર૦.

હાર્ષિદાબેન મકવાણા

૬પ +

પ કિ. ચાલ. સ્‍પર્ધા

૪૭.ર૧ ૧ સેકન્‍ડ

બ્રોન્‍ઝ

ર૧.

ઝૂબેદાબેન શેખ

૭પ +

ચક્ર ફેંક

૬.ર૯ મી.

બ્રોન્‍ઝ

રર.

ઝૂબેદાબેન શેખ

૭પ +

ગોળા ફેંક

૩.૭૧ મી.

બ્રોન્‍ઝ

ર૩.

સરલાબેન સાંકળીયા

પ૦ +

હાઇ જમ્‍પ

૧.૦૦ મી.

બ્રોન્‍ઝ

ર૪.

ગુજરાત ટીમ

પપ +

× ૧૦૦ મી.રીલે.

૧.૪૭ સેકન્‍ડ

બ્રોન્‍ઝ

 

૧. દક્ષાબેન પડિયા

 

 

 

 

 

ર. અનિલાબેન ભટ્ટ

 

 

 

 

 

૩. વસંતબેન બલર

 

 

 

 

 

૪. જયશ્રીબેન પટેલ

 

 

 

 

રપ.

ગુજરાત ટીમ

૬૦ +

× ૧૦૦ મી. રે.

૪.૧ ૩૭ સેકન્‍ડ

બ્રોન્‍ઝ

 

૧. ઉમાબેન ત્રિવેદી

 

 

 

 

 

ર. દર્શનાબેન બધેકા

 

 

 

 

 

૩. નિર્મલાબેન ગૌસ્‍વામી

 

 

 

 

 

, નિર્મલાબેન માનસેતા

 

 

 

 

 

(11:16 am IST)