Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વાંકાનેરમાં લીલીબેન વરૂને બનેવી લાલાએ માર માર્યો

તમારી બહેનની તમે ચઢામણી કરો છો કહી

રાજકોટ તા. ૯: વાંકાનેરમાં આરોગ્યનગર-૬માં રહેતાં લીલીબેન દિનેશભાઇ વરૂ (ઉ.૩૨) નામના ભરવાડ મહિલાને તેની બાજુમાં જ રહેતાં તેની માસીની દિકરી મનિષાબેનના પતિ લાલા કરણાભાઇ મુંધવા સહિતે ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

લીલીબેનના કહેવા મુજબ માસીની દિકરી મનિષા અને તેના પતિ લાલાને ઝઘડો થયો હોઇ લાલાએ 'તમે તમારી બહેનની ચઢામણી કરો છો એટલે ડખ્ખા થાય છે' તેમ કહી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના એએઅસાઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

(11:49 am IST)